(એજન્સી) તા.૧૧
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના વિજયથી ભાજપમાં કોઇ સમીકરણો બદલાશે નહીં કે પુનર્જોડાણની કોઇ શક્યતા જણાતી નથી પરંતુ આ ચૂંટણીની સંસદમાં ભાજપના વડા અમિત શાહના પ્રવેશ પર નકારાત્મક અસરો પડશે. રાજ્યસભાની ચૂંટણીમાં જે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો અને ખાસ કરીને પક્ષનો કેસ રજૂ કરવા મંગળવારે અડધો ડઝન જેટલા કેન્દ્રીય પ્રધાનો ઉતરી પડ્યા તેના કારણે ક્ષેાભજનક સ્થિતિ સર્જાઇ હોવાની ભાજપના નેતાઓ કબૂલાત કરે છે. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે રાજ્યસભા ચૂંટણીને આટલી હદે મોટો મુદ્દો બનાવવાની કોઇ જરુર ન હતી. જ્યારે તમે તેના અંજામ અંગે અનિશ્ચિત હતા ત્યારે આટલો બધો હોબાળો મચાવવાની જરુર ન હતી. તેમણે જણાવ્યું હતું કે પક્ષે ગુજરાતમાં બે બેઠકો લડવાની હતી અને જીતવાની હતી પરંતુ ગયા મહિને કોંગ્રેસ સાથે છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાનો ઉલ્લેખ કરીને આ નેતાએ જણાવ્યું હતું કે અમે એક બહારની વ્યક્તિ માટે ત્રીજી સીટ જીતવાની જવાબદારી લીધી. તેમણે જણાવ્યું હતું કે ભાજપે પરિણામોનો વિચાર કર્યા વગર અહમદ પટેલ સામે વાઘેલાની લડત લડવાનો નિર્ણય કર્યો. બુધવારે જો કે ભાજપે બહારથી એવો દાવો કર્યો હતો કે બલવંતસિંહની હારથી પક્ષ માટે કોઇ ક્ષોભજનક સ્થિતિ ઊભી થઇ નથી. નથી તે આઘાતજનક કે નથી તે ક્ષોભજનક. આ કોંગ્રેસ માટે વિનાશકારી વિજય છે. કારણ કે આ બેઠક સાચા સંખ્યાબળને કારણે નહીં પરંતુ ડિફોલ્ટ દ્વારા જીતવામાં આવી છે એવંુ ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હારાવે જણાવ્યું હતું. તેના કારણે કોંગ્રેસે પોતાના કાર્યકરગણોમાં અસંતોષ ઊભો કર્યો છે અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આ તિરાડો જોવા મળશે. જો કે ગુજરાતના પક્ષના સાંસદ આશાસ્પદ હતા. એક રીતે પક્ષ માટે આ સારું થયું છે. ત્રણ વિજયે ભાજપને વિધાનસભા ચૂંટણી પૂર્વે વધુ પડતો આત્મવિશ્વાસુ બનાવી દીધો હોત.