‘ગુજરાત ટુડે’ની અપીલના પડઘા ગુજરાતના ગામે ગામમાં ગૂંજ્યા

સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજની ફિરકા, મસ્લક અને વાળાબંધી દરકિનાર કરી બંધારણીય અધિકારની રક્ષા માટે સમાજ એક જૂથ થઈ પોતાનો અવાજ બુલંદ કરે અને પર્સનલ લોનું રક્ષણ કરે :  મઝહબી રેહનુમાઓ તથા સામાજિક અને રાજકીય આગેવાનો લોક જાગૃતિ માટે પ્રયત્ન કરે.

 

 

‘સૌનો સાથ સૌનો વિકાસ’નું  શું અર્થઘટન કરવું ???

અમદાવાદ, તા.૨૦

વિશ્વના સર્વશ્રેષ્ઠ ઈસ્લામિક શરિયતના કાનૂનમાં સરકારના હસ્તક્ષેપની વિરૂદ્ધ સમગ્ર દેશના મુસ્લિમોમાં જુવાળ ઉભો થયો છે. ગુજરાતમાં પણ ઈસ્લામ ધર્મમાં માનનારા તમામ ફિરકાના લોકોએ એક મંચ પર આવી સરકારના ત્રણ તલાક અને બહુપત્નિત્વ અંગેના સુપ્રિમકોર્ટમાં કરેલા સોગંદનામા સામે લડત આપવાનું એલાન કરી દીધું છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આ મુદ્દાએ એક ચળવળનું રૂપ ધારણ કર્યું છે. ગુજરાતના ગામે-ગામના મુસ્લિમો આ મુદ્દે એક જૂથ થઈ પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. મુસ્લિમ મહિલાઓએ પણ આ ચળવળમાં જોડાઈ સહીઝુંબેશ શરૂ કરી શરિયતના કાનૂનની પડખે રહી મુસ્લિમ પર્સનલ લૉને પોતાનું સમર્થન જાહેર કર્યું છે ‘સૌનો સાથ અને  સૌના વિકાસ’ની વાતો કરનાર સરકાર મુસ્લિમોને ભારતના નાગરિકો ન ગણતી હોય તેવું ચિત્ર સરકારની આ માનસિકતાથી છતું થાય છે. ત્યારે મુસ્લિમો આ મુદ્દે કાયદા અને ઈસ્લામી શરિયતના દાયરામાં રહી આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે આ ચળવળ દિન-પ્રતિદિન વધુને વધુ જોશમાં આગળ વધી રહી છે.

 

‘ગુજરાત ટુડે’એ એક વર્ષ અગાઉ આ ચળવળની શરૂઆત કરી હતી

જો સરકારને હમદર્દી હોય તો કોમી તોફાનોમાં વિધવા બનેલી મહિલાઓને ન્યાય અપાવે : મો.ઈમરાન

પાટણ,તા.ર૦ : ઈસ્લામ ધર્મ એ આકાશી ધર્મ  છે અને કુર્આનશરીફ પણ આકાશી કિતાબ છે. ઈસ્લામ ધર્મની શરિયતના કાનૂન કાયદા તેને આધારિત છે જેમાં બદલાવ લાવવાનો કોઈને હક્ક અધિકાર નથી. સરકાર દ્વારા તલાક અને નિકાહના નામે શરિયતના કાનૂન બદલવાની જે હિલચાલ કરવામાં આવી છે તેને મુસ્લિમો કદાપી સહન નહી કરે સરકારને મુસ્લિમ મહિલાઓ પ્રત્યે હમદર્દી હોય તો કોમી રમખાણોમાં જેમના પતિ મૃત્યુ પામ્યા છે તેવી વિધવા મહિલાઓને ન્યાય આપે જેમની નજર સમક્ષ નાના બાળકોને રહેશી નાંખવામાં આવ્યા તેવી માતાઓને ન્યાય આપે જેલમાં બંધ નિર્દોષોને છોડી મૂકે તેવી પ્રતિક્રિયા જમિયત-ઉલમા-એ હિન્દ પાટણના પ્રમુખ મૌલાના ઈમરાન શેખે વ્યક્ત કરી છે.

 

 

મુસ્લિમો દેશના બંધારણને માન આપે છે પરંતુ શરિયત કાનૂનમાં હસ્તક્ષેપ સહન નહીં કરે : ૈંસ્રૂ ગ્રુપ ધંધુકા

ધંધુકા, તા.૨૦ : વિશ્વના સર્વશ્રેષ્ઠ કાનૂન એટલે કે શરિયતના કાનૂનમાં દખલગીરી કરી મુસ્લિમ સમાજના અધિકારો ઉપર તરાપ મારતા કેન્દ્ર સરકારના વલણ સામે ધંધુકા  મુસ્લિમ સમાજમાં પણ રોષ ફાટી નીકળ્યો છે.  મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના રક્ષણ માટેે ૈંસ્રૂ ગ્રુપ દ્વારા સહી ઝુંબેશ શરૂ કરાઈ હતી. ૈંસ્રૂ ગ્રુપ  દ્વારા મુસ્લિમ બહેનોને સમજણ આપી ડોર ટુ ડોર સહી ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં મહિલાઓ ઉત્સાહ ભેર જોડાઈ હતી.

 

 

“ગુજરાત ટુડે” વાંચો અને વંચાવો ચળવળમાં જોડાઈ મુસ્લિમ વિરોધી ષડયંત્રથી વાકેફ થાઓ : સૈયદ મોહિયુદ્દીન બાપુ

ધંધુકા, તા.૨૦ :  હાલની આ સરકાર મુસ્લિમ વિરોધી ષડયંત્ર ઉભું કરી રહી છે એક પછી એક મુસ્લિમોને બદનામ કરવાના અને નબળા પાડવાના નાપાક ઈરાદાઓ સફળ કરવા માંગે છે તેમના આ બદઈરાદાઓમાં તેઓ સફળ ન થાય તે માટે મુસ્લિમોએ વધારેમાં વધારે સંખ્યામાં “ગુજરાત ટુડે” ખરીદ કરી વાંચો અને વંચાવો ઝુંબેશમાં જોડાઈ લોકોને જાગૃત બનાવવા સૈયદ મોહિયુદ્દીન બાપુએ અપીલ કરી છે.