(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૧
મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓના આંતરધર્મિય લગ્નોમાં ઉછાળો આવ્યાનો અહેવાલ ‘ગુજરાત ટુડે’ દૈનિકમાં પ્રસિધ્ધ થયા બાદ રાજયભરના મુસ્લિમ સમાજમાં જાગૃતિનો જુવાળ ઉભો થઈ ગયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ અખબારનું કટિંગ રાજયભરમાં ફરી વળતા ‘ગુજરાત ટુડે’ પર અને ખાસ કરીને આ ઝુંબેશ શરૂ કરનાર જાગૃત ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. અસંખ્ય લોકો આ અંગે પોતપોતાનો અનુભવ અને અભિપ્રાય આપી રહ્યા છે.
એક મુસ્લિમ પત્રકારના જણાવ્યા મુજબ મુસ્લિમ યુવતીઓના આ પ્રકારના લગ્નો પાછળ મોટા ભાગે આધુનિક રહેણીકરણી, વધારે પડતી છુટછાટ બેપર્દગી અને આર્થિક કારણ પણ જવાબદાર છે. આધુનિકતાની હોડમાં અમે પણ પાછળ ન રહી જઈએ તે બતાવવા માગતા કેટલાક પરિવારો પોતાની બહેન દીકરીઓને એટલી બધી છુટછાટ આપી દે છે કે જેનાથી અંતે કલ્પના ન શકાય તેવું પરિણામ ભોગવવું પડે છે. પરંતુ આવા લોકો એવું નથી વિચારતા કે ઈસ્લામના દાયરામાં રહીને પણ યુવતીઓ પ્રગતિ કરી શકે છે. જેના અસંખ્ય દાખલા મૌજુદ છે. સૌથી મોટું કારણ એ આર્થિક પરિસ્થિતિ છે એક બીજાની દેખાદેખીમાં યુવતીઓ વધુ પડતી સ્માર્ટ બનવા અવનવા ફોન વાપરવા, શરીર દેખાય તેવા પારદર્શક કપડાં પહેરવા, જેવી વધારે પડતી છુટછાટ લેતી થાય છે. અવનવા શોખ પોષવા ગમે ત્યાં નોકરી કરવા તૈયાર થઈ જાય છે. એવું પણ જોવા મળ્યું છે કે ઉચ્ચડિગ્રી ધારી યુવકોને જે કંપનીઓ ૧પ કે ર૦ હજાર પગાર આપવા તૈયાર નથી તે જ કંપનીઓ ધો.૧૦ કે ૧ર પાસ કે ગ્રેજયુએટ મુસ્લિમ યુવતીઓને ર૦ થી રપ હજાર કે તેથી વધુ પગાર આપવા તૈયાર થઈ જાય છે. તેની પાછળનું કારણ કદી કોઈએ વિચાર્યું છે ખરૂં ? મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓને ફસાવવાનું સુનિયોજિત ષડયંત્ર મોટાપાયે ચાલી રહ્યું છે. કેટલાક કિસ્સામાં આવા યુવાનો ઐયાશ હોય છે આવી યુવતીઓ કે મહિલાઓને ફસાવી ખાવાની વાનગીની જેમ તેમના મિત્રો સાથે મુસ્લિમ યુવતીઓનો ઉપયોગ કરે છે ત્યાર બાદ તેને ત્યજી દેવાય છે ત્યારે યુવતીની હાલત સાથે છછુંદર ગળ્યા જેવી થઈ જાય છે. પરિણીત મહિલાઓને ફસાવવા આવા તત્વોએ નવો કીમિયો શોધી કાઢયો છે. ડ્રોમાં તમારી પસંદગી થઈ છે. તમારી પત્ની સાથે બે કે ત્રણ રાત્રિ રિસોર્ટ કે ફાઈવસ્ટાર હોટલમાં રહેલા જમવાના પેકેજ સાથે આવો,ના ફોન આવતા હશે. આમાં ફોન કરનાર વ્યકિત એવી સૌમ્યતાથી લાલચભરી ભાષામાં વાત કરે કે કાચામનનો વ્યકિત તેમની વાતોમાં ભેળવાઈ જતો રહે છે. ત્યાર બાદ રિસોર્ટ કે હોટલમાં ગયા બાદ તે વ્યકિતને અંતે પત્ની ગુમાવવાનો વારો આવે છે. આમ કેટલીક સંસ્થાઓ દ્વારા ચલાવતા સુનિયોજિત ષડયંત્રમાં મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓ ફસાઈ પોતાની જિંદગી બરબાદ કરી રહી છે. આથી સમાજે જાગૃત થવાની ખાસ જરૂર છે.

જુમ્માની તકરીરમાં ઈમામ સાહેબો આ મુદ્દે સમાજને જાગૃત કરવા તકરીર કરે

‘ગુજરાત ટુડે’ દૈનિક અખબારમાં મુસ્લિમ યુવતીઓના આંતરધર્મિય લગ્ન બાબતે છપાયેલા અહેવાલ અંગે શહેર કોંગ્રેસના અગ્રણી અને દરિયાપુર સેવા સમાજના પ્રમુખ રફીક નગરીએ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ગુજરાત ટુડેનો આભાર વ્યકત કરી અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું છે કે આ અંગે દરેક મસ્જિદોમાં જુમ્માની તકરીરમાં ખતીબો ઈમામ સાહેબોએ આ મુદ્દે ખાસ ધ્યાન દોરી કરી સમાજને જાગૃત કરવો જોઈએ. કારણ કે આની અસર મુસ્લિમ સમાજમાં વધારે પડતી હોય છે તકરીરમાં કોઈ સમાજને નિશાન બનાવીને નહી પરંતુ આપણા સમાજને જાગૃત કરવાનું કામ કરવું જોઈએ તે માટે દીની માહોલની અગત્યતા, પરિવારના વડીલની જવાબદારી, બહેન દીકરીની ઈજ્જત આબરૂની હિફાઝત, ઈસ્લામના દાયરામાં રહીને શિક્ષણ મેળવવું, શાળા કોલેજોમાં જતી બહેન દીકરીઓ પર નજર રાખવી વગેરે મુદ્દા પર પ્રકાશ પાડવો જોઈએ. મોબાઈલના દુરૂપયોગ વિશે જાગૃત કરવા જોઈએ જેનાથી સમાજમાં સુધારણા લાવી શકાશે.