અમદાવાદ, તા.ર૩
રાજ્યામાં ચાલુ વર્ષે મેઘરાજાએ મૂડમાં આવી જતાં ધમાકેધાર બેટીંગ કરી હતી. જો કે હાલ વરસાદનો વિરામ છે. અત્યાર સુધી ચાલુ સિઝનનો સરેરાશ ૮૯.૩૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાએ સાર્વત્રિક રીતે મહેર કરી છે જેના પરિણામે ચાલુ સીઝનનો સરેરાશ વરસાદ ૮૯.૩૦ ટકા જેટલો થયો છે. રાજ્યના ૨૦૪ જળાશયોમાં ૩,૯૪,૭૫૧.૪૨ એમસીએફટી જેટલો જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહશક્તિના ૭૦.૯૧ ટકા જેટલો થાય છે. રાજ્યમાં થયેલા સાવર્ત્રિક વરસાદને પરિણામે આજની તારીખે રાજ્યના ૨૦૪ જળાશયોમાં જે જળસંગ્રહ ૭૦.૯૧ ટકા છે તે ગત વર્ષે ૪૪.૨૧ ટકા જેટલો હતો. આમ ગત વર્ષ કરતા આ વર્ષે રાજ્યના જળાશયોમાં ૨૬ ટકા વધુ પાણી છે.
રાજ્યમાં થયેલા સાવર્ત્રિક વરસાદને પરિણામે આજની તારીખે રાજ્યના ૨૦૪ જળાશયોમાં જે જળસંગ્રહ ૭૦.૯૧ ટકા છે તે ગત વર્ષે ૪૪.૨૧ ટકા જેટલો હતો. આમ ગત વર્ષ કરતા આ વર્ષે રાજ્યના જળાશયોમાં ૨૬ ટકા વધુ પાણી છે.
સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૧૦૪.૯૫ ટકા વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યભરમાંથી આજની તારીખ ૨૩-૦૮-૨૦૧૯ સુધીમાં ૮૯.૩૦ ટકા સરેરાશ વરસાદ થયો છે. એમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૪.૯૫ ટકા અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં ૬૭.૩૩ ટકા જેટલો નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં ૧૦૨.૬૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૮.૮૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૪.૬૧ ટકા જેટલો સરેરાશ વરસ્યો હોવાના અહેવાલો છે.
સૌરાષ્ટ્રની ૧૩૯ યોજનાઓમાં ૫૩.૪૦ ટકા જેટલો જળસંગ્રહ થયો
રાજ્યમાં થયેલ સાવર્ત્રિક વરસાદને પરિણામે આજની તારીખે રાજ્યના ૨૦૪ જળાશયોમાં જે જળસંગ્રહ ૭૦.૯૧ ટકા છે તે ગત વર્ષે ૪૪.૨૧ ટકા જેટલો હતો. ઉત્તર ગુજરાતની ૧૫ યોજનામાં ૩૧.૧૨ ટકા, મધ્ય ગુજરાતની ૧૩ યોજનામાં ૯૩.૦૫ ટકા, દક્ષિણ ગુજરાતની ૧૩ યોજનાઓમાં ૭૯.૨૧ ટકા, કચ્છની ૨૦ યોજનામાં ૬૧.૩૮ ટકા અને સૌરાષ્ટ્રની ૧૩૯ યોજનાઓમાં ૫૩.૪૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના ૨૦૪ જળાશયો પેકી ૩૪ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે. ૫૧ જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે, ૧૯ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે, ૪૨ જળાશયો ૨૫ ટકાથી ૫૦ ટકા વચ્ચે અને ૫૮ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

આગામી ર૭મી ઓગસ્ટથી
રાજ્યમાં ભારે વરસાદની વકી

અમદાવાદ, તા.૨૩
રાજ્યભરમાં સામાન્ય ઝાપટાંઓને બાદ કરતા હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, ૨૩મી ઓગસ્ટથી ૨૬મી સુધી રાજ્યના કોઈ ઠેકાણે ભારે વરસાદની શક્યતા નથી પરંતુ ત્યાર બાદ એટલે કે, ૨૭મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાંથી વરસાદે વિરામ લીધો હોવાથી દિવસે ગરમીમાં પણ વધારો થયો છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનો પારો ઊંચકાયો છે. ગુરૂવારે અમદાવાદ અને ડીસામાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોધાયું હતું.આ સિવાય અન્ય શહેરોમાં ગાંધીનગરનું તાપમાન ૩૩ ડિગ્રી, વડોદરાનું ૩૪.૪ ડિગ્રી, સુરતનું ૩૨.૫ ડિગ્રી, ભાવનગરનું ૩૩.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૩૪.૫ ડિગ્રી તેમજ કંડલા પોર્ટનું મહત્તમ તાપમાન ૩૪.૩ ડિગ્રી નોધાયું હતું. હજુ પણ ઓગસ્ટ મહિનો બાકી છે ત્યારે વરસાદનો રાઉન્ડ આવશે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ભાદરવા મહિનામાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે તેવા ઉજળા સંજોગો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ઓગસ્ટની શરૃઆતથી પંદર દિવસમાં રાજ્યમાં સારો વરસાદ પડયો હતો.