અમદાવાદ,તા.ર૮
ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાને પગલે તેમજ ઉત્તર-પૂર્વ ફુંકાઈ રહેલા પવનને કારણે રાજયમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજયના મોટા ભાગના સ્થળોએ ઠંડીનો પારો ૧ર ડિગ્રીથી નીચે નોંધાતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. ૩.૬ ડિગ્રી જેટલા નીચા તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જયારે આગામી દિવસોમાં પારો વધુ નીચે જવાની શકયતાઓ વ્યકત કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષા થતા ઠંડી વધી છે. હિમાચલ, કાશ્મીરની હિમ વર્ષાની ગુજરાતમાં પણ અસર જોવા મળે છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુંકાશે. તેમજ ૨૪ કલાક દરમિયાન ૨ થી ૩ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે. જેના કારણે શિયાળાની તીવ્ર ઠંડીનો અહેસાસ લોકો થશે. આગામી બે દિવસ ઠંડીનુ જોર યથાવત રહેશે. ઉત્તર પૂર્વના પવનને કારણે ગુજરાત રાજયમાં લઘુતમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં પારો વધુ નીચે જવાની શકયતાઓ વ્યકત થઈ રહી છે. ગુરૂવારથી અમદાવાદ સહિત રાજયભરમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. જે આજે ગઈકાલની સરખામણીઓ પણ રાજયમાં બેથી ત્રણ ઈંચ જેટલો પારો ગગડતા કડકતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે બીજા દિવસે નલિયા૩.૬ ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું હતું. મહત્વનું છે કે ડીસામાં લઘુતમ તાપમાન સૌથી ઝડપથી નીચે આવીગયું છે. ગુરૂવારે ડીસાનું લઘુતમ તાપમાન ૧ર ડિગ્રી નોંધાયું હતું. જે આજે શુક્રવારના રોજ માત્ર ૭.૮ અને શનિવારે ૬.૮ ડિગ્રી નોંધ્યું છે. આમ માત્ર એક જ દિવસમાં ડીસામાં લઘુતમ તાપમાનનો પારો ૪ ડિગ્રી ગગડયો છે. ઉલ્લેખનીય છે કે ઠંડા અને સુકા પવનના કારણે કડકડથી ઠંડીનો અહેસાસ થયો છે બેથી ત્રણ દિવસ ઉત્તર ભારત તરફનો પવ ફુકાતો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. વાત કરીએ તાપમાન તો ઠંડીનો નલિયામાં સૌથી ઓછા ૩.૬ ડિગ્રી તાપમાન લોકોએ હાડ થીજવતી ઠંડીનો સામનો કર્યો હતો. જયારે ડીસા ૬.૮, કંડલા એરપોર્ટ ૮.ર, ભૂજ ૯.૧, રાજકોટ ૯.૩, અમરેલી ૯.૬, જયારે ગાંધીનગરમાં ૧૦.૦, અમદાવાદ, સુરેન્દ્રનગર અને આણંદમાં ૧૦.ર, કંડલાપોર્ટ ૧૧.૦ અને કેશોદમાં ૧૧.૪ ડિગ્રી જેટલું નીચુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ઠંડીથી બચવા લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાઓનો આશરો લીધો હતો. જયારે ઠંડા પવનો વચ્ચે લોકો તડકામાં ઉભેલા પણ જોવા મળ્યા હતા.
કયાં કેટલું તાપમાન
સ્થળ લઘુત્તમ તાપમાન
નલિયા ૩.૬
ડીસા ૬.૮
કંડલા એરપોર્ટ ૮.ર
ભૂજ ૯.૦
રાજકોટ ૯.૩
અમરેલી ૯.૬
ગાંધીનગર ૧૦.૦
અમદાવાદ ૧૦.ર
સુરેન્દ્રનગર ૧૦.ર
આણંદ ૧૦.ર
કંડલાપોર્ટ ૧૧.૦
કેશોદ ૧૧.૪
Recent Comments