(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને લીધે સમગ્ર ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ચાલુ વર્ષે ઠંડીની શરૂઆત ભલે મોડી રહી પરંતુ રેકોર્ડબ્રેક ઠંડી નોંધાઈ રહી છે. રાજ્યમાં ૬ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ભૂજમાં પણ દસ વર્ષની રેકોર્ડબ્રેક ૭.ર ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
ઉતરપૂર્વના પવનો ફૂંકાવાથી ઉત્તર ભારતની ઠંડીની અસર ગુજરાતમાં થશે. પરિણામે સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. કોલ્ડવેવની અસર પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં જોવા મળશે.ગુજરાતમાં ઠંડી વધવાના કારણે જનજીવન પ્રભાવિત થશે.જોકે ગુજરાતમાં અત્યાર સુધીમાં બે વખત કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.આગામી ૪૮ કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેશે.અને આગામી ૫ દિવસ લઘુતમ તાપમાન યથાવત રહેશે. જોકે ચાલુ વર્ષે ઠંડી મોડી પડી પરંતુ રેકોર્ડબ્રેક ઠંડી નોંધાય છે.અત્યાર સુધીમાં ભુજ,ડિસા,પોરબંદર સહિતના શહેરોના લઘુતમ તાપમાને રેકોર્ડ તોડ્યો છે.એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં ઠંડી નથી પડી તેવી ચાલુ વર્ષે ઠંડી પડી છે.અને હજુ પણ ઠંડીનુ જોર યથાવત રહેશેસામાન્ય રીતે દરિયા કિનારાનુ તાપમાન યથાવત રહેતુ હોય છે પરંતુ પોરબંદરના લઘુતમ તાપમાને ૫ વર્ષ રેકોર્ડ તોડ્યો છે.તો ભૂજના લઘુતમ તાપમાને પણ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યમાં આજે સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયુ છે નલિયાનુ તાપમાન ૬ ડિગ્રી નોંધાયુ છે.તો પોરબંદરનુ લઘુતમ તાપમાન ૯ ડિગ્રી અને ભુજનુ લઘુતમ તાપમાન ૭.૨ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનુ તાપમાન ૧૨.૫ ડિગ્રી નોંધાયુ છે.અને આગામી બે દિવસ ફરી ઠંડીનુ જોર વધશે.
રાજ્યમાં રોજેરોજ નવા રેકોર્ડ નોંધાવતી ઠંડી નલિયામાં ૬ ડિગ્રી અને ભૂજમાં ૭.ર ડિગ્રી

Recent Comments