(એજન્સી) નવી દિલ્હી,તા.પ
આગામી સપ્તાહે કોંગ્રેસનો પ્રમુખ કોણ બનશે, હાલ ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમ્યાન આ ચર્ચાએ જન્મ લીધો છે. જો કે હાલ ગુજરાતની મહેમાનગતિને કારણે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીના વજનમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાહુલ ગાંધી ચૂંટણી સંદર્ભે સતત ગુજરાતની મુલાકાતે જાય છે અને ચૂંટણી સભા સંબોધ્યા બાદ ગુજરાતી થાળીની મજા લે છે. કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી લડવા તેમણે ગુજરાતમાંથી ત્રણ દિવસની બ્રેક લીધી હતી પણ હાલ ગુજરાતના અંજાર ખાતે ચૂંટણી પ્રચારમાં આવેલા રાહુલ ગાંધીએ રેલી દરમ્યાન પોતાના ટેકેદારોને જણાવ્યું હતું કે, ગઈકાલે મારી બહેન પ્રિયંકા મારા ઘરે આવી હતી તેણે મને કહ્યું કે તારા રસોડામાં બધી ગુજરાતી વાનગીઓ છે.ગુજરાતી ખાખરા, ગુજરાતી અથાણું, ગુજરાતી સિંગ, તમે લોકોએ મારી આદત ખરાબ કરી નાંખી મારૂં વજન વધતુ જાય છે. રાહુલે વધુમાં જણાવ્યું હતું કે મંે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગઈકાલનું ભાષણ સાંભળ્યું તેમના ભાષણમાં ૬૦ ટકા વાત મારા અને કોંગ્રેસ પાર્ટી વિશે હતી. આ ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નથી પણ આ ચૂંટણી ગુજરાત અને રાજયના લોકોના ભવિષ્ય માટે છે. કચ્છના અંજારમાં ચૂંટણીના પ્રથમ તબકકામાં નવમી તારીખે મતદાન છે. ડો.મીના શાહે જણાવ્યું હતું કે ૧૮મી તારીખે આપણને સૌને ખબર પડશે કે, ગુજરાતમાં કોણ સરકાર બનાવશે પણ ગુજરાતના ફાસ્ટ ફૂડ કલ્ચરના કારણે લોકોમાં સ્થુળતા વધતી જાય છે. મોટા ભાગના ગુજરાતી લોકો કસરત કરવાનું ટાળે છે. ગુજરાત વિશ્વમાં એક એવો પ્રદેશ છે. જયાં લોકોને ઘણી નાની ઉંમરે હૃદયરોગનો હુમલો આવે છે.
ગુજરાતી ભોજનના કારણે રાહુલના વજનમાં વધારો

Recent Comments