નવી દિલ્હી, તા. ૨૫
ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત થઇ ચૂકી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થશે. ૯ અને ૧૪મી ડિસેમ્બરે મતદાન જ્યારે પરિણામ ૧૮મી ડિસેમ્બરે જાહેર થશે. જ્યારે રાજ્યમાં ચૂંટણી નજીક આવી ત્યારે સ્વાભાવિક રીતે જ ભાજપ પોતાની કમર કસી લેશે. દરેક દિવસે ભાજપ પ્રચારના નવા ખેલના પ્રયોગ કરશે. અત્યારસુધી તેણે કોઇ ચોક્કસ રણનીતિજાહેર કરી નથી પરંતુ અંતિમ ઘડીએ પોતાના છેલ્લા હથિયાર તરીકે કોમવાદી મતવિભાજનનો કાર્ડ રમી શકે છે. આ હથિયારના સ્વાભાવિક મુસ્લિમો જોકે, હવે તેમાં ફસાય તેવું મુશ્કેલ લાગી રહ્યું છે. પરંતુ હજુ રમત પુરી નથી થઇ. બે દિવસ અગાઉ અસદુદ્દીન ઓવૈસીએ આપેલા નિવેદનમાં જુઠ્ઠાણું ભરેલું હતું. વિખ્યાત ટીવી શોમાં રજત શર્મા સામે વડાપ્રધાન પર પ્રહાર કરવા સૌથી વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. દેશના વડાપ્રધાન માટે વાંધાજનક ટીપ્પણી આપી ચૂંટણી સમયે મતવિભાજન કેવી રીતે કરાવવું તે તેમણે દર્શાવી દીધું છે અને એ પણ એવા ટીવી શોમાં કે જે સરકારના વખાણ માટે પંકાયેલું છે. ઓવૈસીને આ શોમાં કેમ બોલાવાયા હતા જ્યારે તેમનું રાજકારણ ફક્ત હૈદરાબાદ સુધી જ સીમિત છે અને ગુજરાતમાં તેમના અવાજનો કોઇ ઓળખતું નથી. શા માટે કેટલીક ભાજપ સમર્થક ચેનલો ઓવૈસીને મુસ્લિમોના મહત્વના નેતા ગણાવી તેમને આમંત્રણ આપે છે અને તેઓ જાણે છે કે, તેમનું રાજકારણ ભાગલાવાદી છે. બિહારની ચૂંટણીમાં પણ તેમણે આ જ કામ કર્યું હતું. છેલ્લી ઘડીએ તેમણે પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા જ્યારે તેઓ જાણતા હતા કે, ચૂંટણીમાં તેઓને કાંઇ ઉપજશે નહીં. એ બાબત સ્પષ્ટ છે કે, ઓવૈસીના નિવેદનને હાથવગા હથિયાર બનાવી ગુજરાત ચૂંટણીમાં તેનો ઉપયોગ કરીને સત્તાધારી પક્ષ તેનો પૂરો લાભ ઉઠાવી શકે છે. હવે ભાજપ જેમ હંમેશા કરતું આવ્યું છે તેમ મુસ્લિમો અને તેમના કહેવાતા ધર્મનિરપેક્ષ સાથીઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું બાકી છે. ભાજપ માટે ગુજરાતની ચૂંટણી જીતવી જીવન અને મરણનો સવાલ છે કારણ કે, બાકીના ભારત માટે મોદીના ગૃહનગર મોડેલને દેખાડવાની તેમની રણનીતિ રહી છે.
ગુજરાતમાં ચૂંટણી આવી પહોંચી ત્યારે ભાજપને મદદ માટે પોતાનું શ્રેષ્ઠ કરી છૂટવા અસદુદ્દીન ઓવૈસી મેદાનમાં

Recent Comments