(એજન્સી) ગુજરાત, તા.૧૬
ગુજરાતના જ જામનગરમાં હાર્દિક પટેલની કથિત સેક્સ સિડીને લઈને ચર્ચા કરી રહેલી ઝી ન્યૂઝની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, જામનગરમાં ઝી ન્યૂઝની ટીમ પોતાના શો ‘ગેમ ઓફ ગુજરાત’ દરમિયાન હાર્દિક પટેલની કથિત સેક્સ સિડી અંગે ચર્ચા કરી હતી. જેનાથી નારાજ થઈને કોંગ્રેસ સમર્થકોએ ઝી ન્યૂઝની ટીમ પર હુમલો કરી દીધો. આ દરમિયાન કોંગ્રેસ સમર્થકોએ ઝી ન્યૂઝના એન્કર અમન ચોપડા સાથે મારઝૂડ પણ કરી. આ ઉપરાંત ઝી ન્યૂઝના રિપોર્ટર વિશાલ પાંડેય પર પણ હુમલો કરવામાં આવ્યો. ઝી ન્યૂઝ ટીમ સાથે મારઝૂડ કરનારાઓમાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તા પણ સામેલ હતી. આ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણૂકા ચૌધરીએ કહ્યું કે, મને આ કેસની જાણકારી નથી. સાથે જ તેમણે કહ્યું કે, હાર્દિક બેચલર છે, તે કોઈપણ છોકરીની સાથે બેસે છે, તો તેનાથી શું થયું ?