અમદાવાદ, તા.૧૪
ભારત અને જાપાનના સંબંધોના નવા અધ્યાય સમાન દેશની પ્રથમ બુલેટ ટ્રેનના ભૂમિપૂજન અને ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટ-૨૦૧૭ના ભાગરૂપે પ્રથમવાર ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા જાપાનના વડાપ્રધાન શિન્જો અબે અને જાપાનના ફસ્ટ લેડી અકી અબેને રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતેથી એક સફળ અને યાદગાર પ્રવાસ બાદ ભાવભરી વિદાય આપી હતી. ગુજરાતની બે દિવસની સફળ મુલાકાત બાદ જાપાનના વડાપ્રધાન અબે અમદાવાદથી સીધા જ પોતાના સ્વદેશ જવા રવાના થયા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ, સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ એલ.ચુઆંગો અને અમદાવાદ કલેક્ટર અવંતિકાસિંઘે ઉપસ્થિત રહી વિદાય આપી હતી.