(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.રપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જયારે તેને લઈ કેન્દ્રીય ચૂંટણીપંચના ગુજરાત એકમ દ્વારા આજે નવી પુરવણી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. નવા ૬,૧૯,ર૯૪ મતદારોના ઉમેરા સાથે રાજયમાં હવે કુલ મતદારોની સંખ્યા ૪.૩૩ કરોડથી વધુની થઈ જવા પામી છે. આ યાદીમાં રાજયમાં આ વખતે ૬૮૮ વ્યંઢળ મતદારો નોંધાવા પામ્યા છે.
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આજે જાહેર કરાયેલી પુરવણી મતદાર યાદી મુજબ મતદાર યાદી સુધારણા ઉમેરા બાદ ૬,૧૯,ર૯૪ મતદારોના ઉમેરા સાથે કુલ મતદારોની સંખ્યા ૪,૩૩,૩૭,૪૯ર થઈ છે મતદાન મથકોની સંખ્યા આજની સ્થિતિએ પ૦૧ર૮ છે. ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ ૧ર૦૦ મતદાર દીઠ એક મતદાન મથક અને શહેરી વિસ્તારમાં ૧ર૦૦થી ૧૪૦૦ મતદારો દીઠ એક મતદાન મથક રાખવામાં આવેલ છે. તા.૧ જુલાઈ ર૦૧૭ના રોજ ખાસ મતદાર યાદી સુધારણા માટે ૧ મહિનાનું અભિયાન ચલાવવામાં આવેલ જે તે વખતે ડ્રાફટ રોલ મુજબ ગુજરાતમાં ર,ર૩,૧૮, ૭પ૮ પુરૂષ મતદારો, ર,૦૩,૯૮, ૯૦૧ સ્ત્રી મતદારો અને પ૩૯ વ્યંઢળો સહિત કુલ ૪,ર૭,૧૮,૧૯૮ મતદારો હતા. ૧ જુલાઈથી ૩૧ જુલાઈ સુધીમાં નવા મતદારો ઉમેરાયા છે. તે મુજબ હવે ર,રપ,૬૬,ર૬૯ પુરૂષ મતદારો, ર,૦૭,૭૦,પ૩પ સ્ત્રી મતદારો અને ૬૮૮ વ્યંઢળ મતદારો સહિત ગુજરાતના કુલ મતદારોની સંખ્યા ૪,૩૩,૩૭,૪૯ર થઈ છે. ડ્રાફટ રોલ બાદ પુરવણી મતદાર યાદીમાં ૬,૧૯,ર૯૪ મતદારો ઉમેરાયા છે. તા.૧ જાન્યુઆરી ર૦૧૭ના રોજ જેને ૧૮ વર્ષ પુરા થયા હોય તેને મત્તાધિકાર મળવા પાત્ર છે.
ગુજરાત ગઈ તા.૧ જુલાઈ પૂર્વેની મતદાર યાદી મુજબ ત્રીજી જાતિ તરીકે ઓળખાતા વ્યંઢળ મતદારોની સંખ્યા પ૩૯ હતી. સુધારણા અભિયાન વખતે ૧૪૯ વ્યંઢળ મતદારોનો ઉમેરો થયો છે તેથી કુલ સંખ્યા ૬૮૮ થવા પામી છે.
ગુજરાતની ૬.૧૯ લાખ નવા મતદારો સાથેની નવી મતદાર યાદી જાહેર

Recent Comments