ગુજરાતીઓની મહેમાનગતિ વિશ્વ આખામાં પ્રખ્યાત છે. તે ભલે માનવી હોય કે પશુપક્ષી હોય. પોતાના આંગણે આવેલા મહેમાનનો સત્કાર કર્યા સિવાય પાછા મોકલે જ નહીં એટલે જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓના પ્રેમ અને આદરથી આકર્ષાઈને જ દર વર્ષે શિયાળામાં સાત સમંદર પારથી હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની મહેમાનગતિ માણવા ઉમટી પડે છે. હાલ નળસરોવર ઉપરાંત કચ્છ-ભૂજ અને અમદાવાદની આસપાસ વિસ્તારમાં આવેલા તળાવો અને નદીકિનારે હજારોની સંખ્યામાં ફ્લેમિંગો બગલા, પેલ્કીન વગેરે ઉમટી પડ્યા છે. જેને જોવા એ પણ લ્હાવો છે.