(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૮
કેન્દ્રીય મૂલ્કી સેવા તેમજ સાંસ્કૃતિક અને ક્રિડા સંસ્થાન દિલ્હી દ્વારા રાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ સ્પર્ધાનું આયોજન થયેલ હોઈ જેમાં ગુજરાત સચિવાલય ટીમ દ્વારા રાજ્યની જુદી-જુદી સરકારી કચેરીઓમાંથી કુલ ૨૦ કર્મચારીઓ સિલેક્ટ થતા આ ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા મધ્યપ્રદેશના ભોપાલ શહેરના ટીટાનગર સ્ટેડિયમ ખાતે ૧૭/૧૨/૧૮ના તમામ ૨૦ ખેલાડીઓ પહોંચી ગયેલ છે, જેમાં ગુજરાતમાંથી માત્ર ૩ મુસ્લિમ કર્મચારીઓ આ ફૂટબોલ સ્પર્ધામાં સિલેક્ટ થતા ગુજરાતનું હીર જળકાવવા સખત મહેનત કરી પોતાની કચેરી અને રાજ્યનું નામ રોશન કરવા ફૂટબોલ ક્ષેત્રે સખ્ત મહેનત દ્વારા આ સ્પર્ધા ગુજરાત તરફી જીતીની લાવે તેવી આશા સાથે સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી ગયેલ છે.ગુજરાતમાં પસંદ પામેલ ૩ મુસ્લિમ કર્મચારીઓમાં પ્રથમ અમરેલીના ઇમરાનખાન હુસેનખાન પઠાણ જેવો તુલસીસ્યમ રેન્જ ફોરેસ્ટ ખાંભા કચેરીના ફોરેસ્ટગાર્ડ તરીકે સેવા બજાવતા હોઈ તેમજ જૂનાગઢ ખાતે આવેલ વણઝારી પ્રાથિમક શાળાના આચાર્ય ગરાણા ઈરફાન રઝાકભાઈ તેમજ લતીફ સુલેમાનભાઈ જેવો સુરેદ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલ બાળવિકાસ યોજના કચેરીમાં પટ્ટાવાળા તરીકે સેવા બજાવતા હોઈ ત્રણેય મુસ્લિમ કર્મચારીઓ ગુજરાતની શાન વધારવા આ ફૂટબોલ સ્પર્ધા જીતવા તનતોડ મહેનત કરી ભાગ લેવા પહોંચેલ છે.