અમદાવાદ,તા.૧પ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ગુજકેટની પરીક્ષાની લેઈટ ફી ભરવાની મુદ્દત ફરી એકવાર વધારીને ૧૯ ફેબ્રુઆરી સુધી એક વધુ તક આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A,B અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ર૦ર૦ની પરીક્ષા તા.૩૧-૩-ર૦ર૦, મંગળવારના રોજ લેવામાં આવનાર છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ),ર૦ર૦ માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવેલ છે. ગુજકેટ-ર૦ર૦ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી ઓનલાઈન ઓનલાઈન ભરવાની અંતિમ તા.૧પ-ર-ર૦ર૦ સુધી લંબાવવામાં આવેલ હતી. જે હવે પછીથી રૂા.૧ર૦૦/-લેઈટ ફી સાથે વધુ એક આખરી તક તા.૧૯-ર-ર૦ર૦ સુધી લંબાવવામાં આવેલ છે. ગુજકેટની પરીક્ષા ફી રૂા.૩૦૦/+ ૧ર૦૦ રૂા.લેઈટ ફી મળી કુલ-૧પ૦૦/-રૂા. SBI Epay System મારફતે ઓનલાઈન (ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, નેટ બેન્કીંગ) દ્વારા અથવા SBI Epay ના SBI Branch payment ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI Branchમાં ભરી શકશે એમ નાયબ નિયામક (પરીક્ષા) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની એક યાદીમાં જણાવ્યું છે.
ગુજકેટની પરીક્ષાનું આવેદનપત્ર ભરવાની તારીખ ૧૯ સુધી લંબાવાઈ

Recent Comments