અમદાવાદ, તા.રપ
મેડિકલ, એન્જિનિયરીંગ, ડિગ્રી ડિપ્લોમામાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષા રાજ્યભરમાં ર૩ એપ્રિલના રોજ લેવાઈ હતી. જેના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ આન્સર કી અને કોઈ રજૂઆત હોય તો ર૯ એપ્રિલ સુધીમાં બોર્ડના ઈ-મેઈલ મારફતે સંપર્ક કરવાનું જણાવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ર૩ એપ્રિલ – ર૦૧૮ના રોજ લેવાયેલી ગુજકેટના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાનના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gsb.org. પર મૂકવામાં આવી છે. આન્સર કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ-અલગ રજૂઆત બોર્ડના Email : ID:gujcet2018@gmail.comપર તારીખ ર૯ એપ્રિલ-ર૦૧૮ના રોજ સાંજે ૧૭ઃ૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. અને ત્યારબાદ કરવામાં આવેલી કોઈપણ પ્રકારની રજૂઆત બોર્ડ ધ્યાન પર લેશે નહીં. તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.