(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
કોંગ્રેસે બુધવારે એવી માગણી કરી છે કે કેન્દ્ર ખાતેની મોદી સરકારે ચૂંટણી બોન્ડ વિશેની બધી જ વિગતો સંસદ સમક્ષ જાહેર કરવી જોઇએ. કોંગ્રેસે એવો પણ આરોપ મૂક્યો છે કે આ યોજના મની લોન્ડરિંગમાં પરિણમી છે અને રાજકીય પક્ષોના ફંડીંગમાં પારદર્શકતાનો નાશ કર્યો છે. ચૂંટણી બોન્ડને ‘રાજકીય લાંચ યોજના’ ગણાવીને વિરોધ પક્ષે જણાવ્યું કે ચૂંટણી બોન્ડ યોજના એક કૌભાંડ હતું અને આ કૌભાંડથી ભારતીય લોકશાહીની છબી ખરડાઇ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે આજે આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ, તે સીધા વડાપ્રધાન કાર્યાલય તરફ દોરી જાય છે. તેમણે એવું પણ કહ્યું કે ભાજપ સરકાર થોડાક જ ઉદ્યોગપતિઓથી આ દેશનો ૯૦ ટકા બિઝનેસ ચલાવી રહી છે. કોંગ્રેસના પોતાના અન્ય સાથીદારો રણદીપસિંહ સુરજેવાલા અને આનંદ શર્મા સાથે એક પત્રકાર પરિષદને સંબોધતા આઝાદે જણાવ્યું કે ચૂંટણી બોન્ડ યોજના હેઠળ બોન્ડ ખરીદનારા ડોનર્સની ઓળખ ગુપ્ત રાખી શકાય છે અને આ સાથે જ રાજકીય પક્ષે તેને કોની પાસેથી કેટલા નાણા મળ્યા ? તેની વિગતો શેર કરવી જોઇએ.
મોદી સરકારે ચૂંટણી બોન્ડ વિશેની બધી વિગતો સંસદ સમક્ષ જાહેર કરવી જોઇએ : કોંગ્રેસ

Recent Comments