(એજન્સી) તા.૧૮
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે તેમને ચૂંટણીપ્રચાર માટે બોલાવનાર હિંદુ ઉમેદવારોની સંખ્યા ઘટી ગઈ છે. આઝાદે કહ્યું હતું કે, યુથ કોંગ્રેસના સમયથી તે સમગ્ર ભારતમાં પાર્ટીના હિન્દુ ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. મેં અંદમાન નિકોબારથી લક્ષદ્વિપ સુધી પ્રચાર કર્યો છે. મને પ્રચાર માટે બોલાવનાર ઉમેદવારો અને નેતાઓમાંથી ૯પ ટકા હિન્દુ ભાઈઓ હતા અને પ ટકા મુસ્લિમ ભાઈઓ હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, આ સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. કારણ કે મારા પ્રચારથી હિંદુ ઉમેદવારોને મતો ગુમાવવાનો ભય છે. તેમણે સમજાવ્યું હતું કે, મારા અવલોકન પ્રમાણે છેલ્લા ચાર વર્ષમાં આ સંખ્યા ૯પ ટકાથી ઘટીને ર૦ ટકા જેટલી થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે કશુંક ખોટું થઈ રહ્યું છે. રાજ્યસભામાં વિપક્ષના નેતાએ આડકતરી રીતે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા ચાર વર્ષમાં લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે.