(એજન્સી) પેરિસ, તા.રર
પ૦ વર્ષ પહેલાં ગૂમ થયેલ ફ્રાન્સની સબમરીનને એક ખાનગી જહાજે શોધી કાઢી છે. અધિકારીઓએ જણાવ્યું કે હવે ગૂમ થયેલ સબમરીનનો રહસ્ય શોધી શકાશે. ફ્રાન્સના રક્ષામંત્રીએ કહ્યું કે આ એક સફળતા, એક રાહત અને ટેકનોલોજીનો વિજય છે. જે લોકોના સ્વજનો ખોવાયા હતા એમને થોડી રાહત થશે. ગૂમ થયેલ સબમરીનને શોધવાના તમામ પ્રયાસો પછી પણ કોઈ માહિતી નહીં મળતા સરકારે વિચાર્યું કે હવે આ સબમરીન નહીં મળી શકશે. પણ રક્ષામંત્રીએ ર૦૧૯ની શરૂઆતમાં સબમરીન શોધવાના મિશનને ફરી શરૂ કરવા નિર્ણય કર્યો જેમાં અદ્યતન ટેકનોલોજી અને જહાજોનો ઉપયોગ કરવા વિચારાયું હતું. જેમના સ્વજનો ગૂમ થયા હતા. એમણે ફરીથી માગણીઓ કરી હતી જેને ધ્યાનમાં રાખી પુનઃ પ્રયાસો શરૂ કરાયા હતા. શોધ કરનાર ટીમને ઘણી મુશ્કેલીઓ થઈ હતી. બધી માહિતીનું ફરીથી પૃથ્થકરણ કરવામાં આવ્યું પણ આ શોધ અમેરિકાની એક ખાનગી કંપની ઓસિઅન ઈનફિટીની બોટે કરી. એમણે દરિયાના પેટાણમાં ર૩૭૦ મીટર ઉંડેથી સબમરીન શોધી કાઢી. સબમરીન ગૂમ થવાનો કારણ સરકારે કયારે પણ જાહેર કર્યું ન હતું. નિષ્ણાંતોનો અનુમાન હતો કે એમાં ટેકનિકલ ખામી થઈ હશે અથવા અન્ય બોટ સાથે અથડાઈ હશે જેના લીધે એ સબમરીને જળ સમાધિ લીધી હશે.