(સવાદદાતા દ્વારા) મહેસાણા,તા.૨૧
એક પખવાડીયા અગાઉ મહેસાણા હાઇવે પર આવેલા વોટર પાર્ક નજીક બસને હાઈજેક કરીને આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રુ.૫૦ લાખથી વધુના ડાયમંડ અને દાગીના ભરેલા થેલાની લુંટ કરી લૂંટારુ પલાયન થઈ ગયા હતા. આ કેસ મહેસાણા પોલીસે આજે ઉકલ્યો છે અને ૧૭ આરોપીઓની ધરપકડ કરી મોટાભાગનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસની મલતી વિગત મુજબ પાલનપુરથી અમદાવાદ જતી એસટી બસને મહેસાણા નજીક મુસાફરોના સ્વાંગમાં બેઠેલા સાત જેટલા લૂંટારુઓએનજીસી પિસ્તોલ બતાવી બસને હાઈજેક કરી હતી અને અંદર બેઠેલા આંગડિયા પેઢીના કર્મચારી ઓ પાસેથી રુ.૫૦ લાખથી વધુની મત્તા લુંટીને નાસી છૂટયા હતાં. આ ઘટનામાં મહેસાણા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં આજે પોલીસને સફળતા મળી હતી અને ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કુલ ૧૭ આરોપીઓની ધરપકડ કરી ગુનો ઉકલ્યો હતો. આ ઘટનામાં વસીમ ઉર્ફે પિન્ટુ, નિયાજ ઉર્ફે ચીટો, ભાર્ગવ પટેલ, અસલમ સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી૧૬૦૦ હિરાના પેકેટ,૩૦૦ ગ્રામ સોનું અને દાગીના સહિત મોટાભાગનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હજુ પણ છ જેટલા આરોપીઓ ફરાર હોવાનું મનાય છે. પકડાયેલી ટોળકી એ અગાઉ ઊંઝામાં લૂંટ નો પ્રયાસ કર્યો હતો