(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
ભાજપ અને બજરંગ દળ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI તરફથી નાણાં મેળવતા હોવાના આરોપ બદલ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ સામે ગુનાહિત માનહાનિનો કેસ નોંધાવવામાં આવ્યો હતો. દિલ્હીની કોર્ટ આ મામલે નવમી ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરશે. ભાજપના સભ્ય અને વકીલ રાજેશકુમારે આ ફરિયાદ નોંધાવી હતી. રાજેશકુમારે જણાવ્યું હતું કે, દિગ્વિજયસિંહે ગંભીર ગુનો કર્યો છે. જેના કારણે ભાજપની છબિ ખરડાઈ છે. દિગ્વિજયસિંહે ભાજપ તેના નેતાઓ અને લોકોની બદનક્ષી થાય તેવું નિવેદન કર્યું છે. દિગ્વિજયસિંહે સ્પષ્ટતા કરી હતી કે તેમણે ભાજપ કે બજરંગદળ માટે આ ટિપ્પણી કરી ન હતી પણ તેના સભ્ય માટે આ નિવેદન કર્યું હતું, જેમની ISIમાટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.