(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.ર૭
અમદાવાદના ઘાટલોડિયાથી સારંગપુર જતી શ્રદ્ધાળુઓની કાર ધોળકા તાલુકાના ગુંદી રેલવે ફાટક નજીક પલટી ખાઈ રોડ નજીક ખાળિયામાં ઊંધી પડતા કારમાં સવાર એક વૃદ્ધા તથા એક પ્રૌઢ પુરૂષના ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ સંદર્ભે કોઠ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદથી સારંગપુર જતાં પરિવારને અકસ્માત નડ્યો છે ગુંદી ફાટક પાસે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા થયેલ અકસ્માતમાં ત્રણ ઘાયલ થયા છે અને બેનાં મોત થયા છે ઈજાગ્રસ્તોમાં (૧) શિલ્પા બેન રાવત (ઉ.વ.પ૦) (ર) વિવેકભાઈ ગૌતમભાઈ રાવત (ઉ.વ.ર૪) (૩) રાજેશ્વરી બેન રાવત (ઉ.વ.રર) સામેલ છે ઘટના પર મરણ જનારમાં (૧) જ્યોતિ બાળા વિષ્ણુ પ્રસાદ રાવળ (ઉ.વ.૮૦) અને (ર) ગૌતમભાઈ વિષ્ણુ પ્રસાદ રાવળ (ઉ.વ.પ૩) (રહે.ઘાટલોડિયા અમદાવાદ)નો સમાવેશ થાય છે.