(એજન્સી) ફ્લોરિડા, તા. ૩
અમેરિકાના ફ્લોરિડામાં આવેલા ટલ્લાહાસ્સીમાં આવેલા એક યોગ સ્ટુડિયોામં હુમલાખોર દ્વારા કરવામાં આવેલા આડેધડ ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા છે અને અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. પોલીસ વડા માઇકલ ડિલિયોએ જણાવ્યું કે મૃતકોમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે. હુમલાખોરે યોગ સ્ટુડિયોમાં આડેધડ ગોળીબાર કર્યા બાદ પોતાની જાતને પણ ગોળીમારી લીધી હતી. શહેરના પ્રવક્તા જેમી વાન પેલ્ટે જણાવ્યું કે આ ગોળીબાર ઘરેલું વિવાદનો ભાગ હોવાનું લાગે છે. ડિલિયોએ જણાવ્યું કે પોલીસે હુમલાખોરને ઓળખી પાડ્યો નથી. ગોળીબાર વખતે પોલીસનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરનારાઓને ઘટના વિશે પૂછવામાં આવી રહ્યું છે. શુક્રવારે સાંજે સાડા પાંચ વાગે આ ઘટના સર્જાઇ હતી. ડિલિયોએ મીડિયાને જણાવ્યું કે ઘવાયેલાઓને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે, તેમનામાંથી એક ઘવાયેલાનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં બધી બાબતો એવો સંકેત આપે છે કે આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિનો હાથ હતો. તેમણે એવું પણ કહ્યું કે હુમલાખોરના ઉદ્દેશ વિશે તાકીદે કશું જ જાણવા મળ્યું નથી. ડિલિયોએ જણાવ્યું કે આ ઘટનાથી અમને બધા ભાર આઘાત લાગ્યો છે પરંતુ એ બાબત મહત્વની છે કે લોકો સમજે છે કે શુક્રવારે સાંજે જે થયું તેનાથી બહાર તાકીદે કોઇ જોખમ નથી. પોલીસ વિસ્તૃત રીતે આ ઘટનાની તપાસ કરી રહી છે.