તેહરાન,તા.૧૧
રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા વાર્તાલાપ ફરીથી શરૂ કરવા ઈરાનને સતત સંદેશ મોકલે છે એમ અહેવાલમાં જણાવાયું છે.મે મહિનામાં ઈરાન સાથેના ઐતિહાસિક પરમાણુ કરારમાંથી બહાર નીકળી ગયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્લામિક ગણરાજ્ય ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધારી દીધું હતું અને ગત મહિને ઈરાન પર ફરી પ્રતિબંધો શરૂ કરી દીધા હતા.અહેવાલ મુજબ ટ્રમ્પે કહ્યું છે કે તે ઈરાનના નેતાઓને મળશે.ઈરાની રાષ્ટ્રપતિ રૂહાનીએ જણાવ્યું કે ટ્રમ્પ એક તરફ ઈરાનના લોકો પર દબાવ નાંખવાનો પ્રયત્ન કરે છે અને બીજી તરફ અમને અલગ અલગ પ્રકારે એવા સંદેશા મોકલે છે કે ઈરાને વાતચીત કરવા આવવું જોઈએ.રૂહાનીએ આગળ ઉમેર્યુ કે ટ્રમ્પ કહે છે કે આપણે મુદ્દાઓ ઉકેલવા વાતચીત કરવી જોઈએ.રૂહાનીએ પ્રશ્ન કર્યો કે ઈરાને તમારા સંદેશા પર વિશ્વાસ કરવો કે તમારા ક્રૂર કાર્યો જોવા જોઈએ? વોશિંગ્ટનનો ઉદ્દેશ્ય તેહરાન પરમાણુ કરાર અને સીરિયા અને ઈરાકમાં આતંકવાદી સમૂહોનું સમર્થન સમાપ્ત કરવા માટે મજબુર કરવાનો છે.ઈરાની વિદેશમંત્રી મોહમ્મદ જાવેદ જરીફે શનિવારે ટિ્‌વટર પોસ્ટ પર પોસ્ટ કરી ઈરાનની ક્ષેત્રીય નીતિ અંગે અમેરિકાની ટીકા કરી છે.