(એજન્સી) દાર્જિલિંગ, તા.૧૩
પોલીસ અને બિમલ ગુરંગ વચ્ચે થયેલી હિંસામાં ઘણા પોલીસકર્મીઓ દાર્જિલિંગમાં ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળ એકવાર ફરી હિંસાને લઈ ચર્ચામાં છે. દાર્જિલિંગમાં પોલીસે ગેરકાયદે ચાલી રહેલી હથિયાર બનાવતી ફેકટરીમાં છાપામારી કરી હતી. ત્યારબાદ પોલીસ અને ગુરંગ સમર્થકો વચ્ચે હિંસક અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણમાં એએસઆઈ અમિતાભ મલિકનું મોત નિપજ્યું હતું. દાર્જિલિંગની પહાડીઓના જંગલમાં ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ)ના સુપ્રિમો બિમલ ગુરંગના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણમાં એક ઉપ નિરીક્ષક સહિત ઘણા પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ અથડામણમાં એક એએસઆઈ શહીદ થઈ થયા હતા. પોલીસે જણાવ્યું કે બન્ને વચ્ચે અથડામણ સવારે પાંચ વાગે શરૂ થઈ જ્યારે પોલીસના તપાસદળે પાતલેબાસ ક્ષેત્રના જંગલની નજીક એક વિસ્તાર પર છાપામારી કરી હતી. આ વિસ્તારને ગુરંગ સમર્થકોનો ગઢ માનવામાં આવે છે. ગુરંગ આ વિસ્તારમાં છૂપાયેલા હોવાની સૂચના પર પોલીસે કાર્યવાહી કરી હતી. જીજેએમ નેતાના સમર્થકોએ પોલીસ પર ગોળીઓ વરસાવી હતી. નોંધનીય છે કે, ગેરકાયદે પ્રવૃત્તિઓ કાયદા હેઠળ ઓગસ્ટમાં ગુરંગ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર દાર્જિલિંગ અને આસપાસના ક્ષેત્રોમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટનાઓમાં સામેલ હોવાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગોરખા જનમુક્તિ મોરચા સાથે અથડામણમાં માર્યા ગયેલા સબ ઈન્સ્પેકટર અમિતાભ મલિકના પરિજનો પ્રત્યે શોક પ્રગટ કર્યો હતો અને સાથે શહીદ થયેલ સબ ઈન્સ્પેકટરના પિતા અને પત્નીને સરકારી નોકરી આપવાની ઘોષણા કરી હતી સાથે મમતા બેનરજીએ શહીદ ઈન્સ્પેકટરના પરિજનો સાથે ફોન પર વાત કરી વિશ્વાસ અપાવ્યો કે ઈન્સ્પેકટરને શહીદ કરનારા લોકોને છોડવામાં નહીં આવે.