(એજન્સી) લખનૌ, તા.૩૦
લખનૌના નાખા બ્લોક સકેથુ ગામના લોકોએ આજુબાજુમાં ફરતી ગાય અને ભેંસોથી ગુસ્સે થઈને પ્રાણીઓને શાળાના કમ્પાઉન્ડમાં પૂરી દીધી હતી. તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ ન મળતા ગ્રામજનોએ આ તરકીબ અજમાવી. સકેથુ પ્રાયમરી શાળામાં ૧૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બહાર કાઢી શાળાના કમ્પાઉન્ડમાં ગાય અને ભેંસને લાવી દરવાજા પર તાળું મારી દીધું હતું. જેના કારણે ગામની શાળામાં શિક્ષણ અટકી પડ્યું હતું. કુરબાની માટે લાવેલા પ્રાણીઓને તેમના માલિકોએ બગીચા અને રોડ પર ખુલ્લા છોડી મૂક્યા હતા જેને કારણે ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને બધા રખડતા ઢોરોને શાળાના કમ્પાઉન્ડમાં બંધ કરી દીધા હતા.
જ્યારે થોડા સમય બાદ બધા જાનવરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હવે પરિસ્થિતિ સામાન્ય છે. ઉપ-વિભાગના મેજિસ્ટ્રેટ નાગેન્દ્રસિંહે કહ્યું કે, ગ્રામજનોને સ્કૂલમાંથી જાનવરોને બહાર કાઢવા માટે રાજી કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ગ્રામજનોને પોતાની સમસ્યાનું સમાધાન કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.