ગાંધીનગર, તા.૨૦
રાજ્યભરના પાન-મસાલા, ગુટકાનું સેવન કરતા નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર તા.૧૧ સપ્ટેમ્બર, ર૦૧૯થી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે આ એક પ્રશંસનીય પગલું ગણતા “દેર આયે દુરસ્ત આયે” કહેવતને સાર્થક કરે છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર તા.૧૧ સપ્ટેમ્બર, ર૦૧૯થી અમલમાં આવે તે રીતે એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાન-મસાલા ખાવાથી કેન્સર જેવા જીવલેણ રોગો થાય છે. કોઈપણ ખાદ્ય ચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી માનવ આરોગ્યને ખૂબ જ હાનિકારક છે. પાન-મસાલાનું વેચાણ, સંગ્રહ વિતરણ કરવું ગુનો બને છે. આ ગુનાહિત કાર્ય કરતા તેમજ આ જાહેરનામાનો ભંગ કરતા કોઈપણ વ્યક્તિ તંત્રના ધ્યાનમાં આવશે, તો તેઓની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-ર૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વર્ષ ર૦૧રથી ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન-મસાલા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. જો કે, ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાન-મસાલા ખાવાથી કેન્સર જેવો જીવલેણ રોગ થાય છે, તે કોઈ નવી વાત નથી, ત્યારે આટલુ મોડું આ પગલું કેમ લેવાયું ? તેવા પણ પ્રશ્નો થશે. જો કે, દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ કે છુપાઈને નશો કરનારા લોકો દારૂ પીવે જ છે, ત્યારે ગુટકા પાન-મસાલા અને તમાકુ ખાનારા લોકો શું આ કૃત્ય નહીં કરે ? ત્યારે તેમની સામને અથવા વેચનાર સામે કેવી કાયદેસરની કાર્યવાહી થશે, તે જોવું રહ્યું ? જો કે, આની અસર દારૂબંધી જેવી જ રહે છે કે, પછી તંત્ર પ્રતિબંધને સફળ કરી બતાવે છે. એ તો આવનાર સમય જ બતાવશે.
રાજ્યભરમાં ગુટકા, તમાકુ અને પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ

Recent Comments