(એજન્સી) નવી દિલ્હી,તા.ર૮
દેશમાં સંખ્યાબંધ મુસ્લિમોને ત્રાસવાદના નકલી આરોપસર જેલમાં ગોંધી રખાય છે. તેની સામે મુસ્લિમ સમાજ નારાજ છે. આવા કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટે છે. મુફતી અબ્દુલ કયુમ નામના એક મુસ્લિમ ખોટા આરોપસર ૧૧ વર્ષ જેલમાં સબડ્યા. ત્યારબાદ નિર્દોષ છૂટ્યા બાદ તેણે એક પુસ્તક લખ્યું. જેનું ટાઈટલ છે ‘‘ગ્યારહ સાલ સલાખો કે પીછે’’ જેમાં તેમણે આપવીતી વર્ણવી છે. આ પુસ્તકના વિમોચન પ્રસંગે જમાતે ઉલેમા હિન્દના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ પોલીસ અને વહીવટી અધિકારીઓ સામે સખત પગલાં ભરવાની માગણી કરી હતી. જે લોકો ત્રાસવાદના ખોટા કેસો બનાવી નિર્દોષ લોકોની ધરપકડો કરી હેરાનગતિ કરે છે. સેંકડો નિર્દોષ લોકો જેલોમાં ત્રાસવાદના ગુના હેઠળ રીબાય છે. જેમણે કદી ગુનો કર્યો નથી. દેશભરમાં ૪પ૦થી વધુ મુસ્લિમોને ત્રાસવાદના ગુના હેઠળ પકડવામાં આવ્યા છે. જેઓ ૧૮ વર્ષથી જેલોમાં બંધ છે. મદનીએ માગણી કરી છે કે જે મુસ્લિમાનેે ત્રાસવાદના ગુના હેઠળ જેલોમાં બંધ રખાયા છે અને કોર્ટ દ્વારા નિર્દોષ છૂટે છે. તેમને સરકારે વળતર આપવું જોઈએ. આવા નિર્દોષ લોકોનું જીવન સામે શૂન્યાવકાશ બની જાય છે. દેશમાં કોમવાદી પરિબળોને નબળા પાડી દઈ કોમી એખલાસનું વાતાવરણ સર્જવા હાકલ કરી હતી. તેમણે સંઘ દ્વારા દેશમાં કોમી એકતાને ડહોળવાના પ્રયાસનો વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસ પણ સામેલ છે. કોંગ્રેસના રાજમાં કોઈપણ કોમી કેસમાં મુસ્લિમોને આરોપી બનાવી દેવાતા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બાબતે રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ન આવ્યા. છેવટે દેશમાં સત્તા ગુમાવી. ડભીલ રમખાણોનો અહેવાલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપ્યો હતો છતાં તેની નોંધ પણ ન લેવાઈ. એનડીએ સરકાર જમાતના પત્રનો જવાબ પણ આપતી નથી. અમદાવાદમાં ૧૬ એપ્રિલ ર૦૧પમાં આ પુસ્તક પ્રગટ કરવાના કાર્યક્રમને મંજૂરી પણ અપાઈ ન હતી. ખ્રિસ્તી સંગઠનો સાથે પણ આવું જ વર્તન કરાયું હતું. પુસ્તક છેવટે દિલ્હીમાં પ્રગટ કરાયું. પુસ્તકમાં ખરા ગુનેગારોને છાવરવામાં આવ્યા હોવાનો આરોપ છે. મુફ્તી અબ્દુલ કય્યુમે પોતાને નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનું જાહેર થયું. ત્રણ મુસ્લિમ વકીલોએ કેસ લડ્યો હતો. બે જજોએ નિર્દોષ હોવાનો ચુકાદો આપ્યો તે બિનમુસ્લિમ હતા. તેમણે અલ્લાહ પ્રત્યેનો આત્મવિશ્વાસ ગુમાવ્યો ન હતો. જેથી તે નિર્દોષ છૂટ્યા.