(એજન્સી) તા.૧૮
અમેરિકી થિન્ક ટેન્ક સાઉથ એશિયા સેન્ટર “ફ ધી એટલાન્ટિક કાઉન્સિલે ગુરુવારે એચ-૧બી વિઝાધારકો અંગે રિપોર્ટ જારી કર્યો હતો. તેમાં કહ્યું કે અમેરિકામાં એચ-૧બી વિઝાધારકો કથળેલી સ્થિતિમાં કામ કરી રહ્યાં છે. કામકાજ દરમિયાન તેમની હેરાનગતિ કરાઈ રહી છે. તેમના જીવનસ્તરમાં પરિવર્તન લાવવું જરૂરી છે. તેમના પગારવધારા માટે યોગ્ય નીતિ બનાવવી પડશે. વર્તમાન વ્યવસ્થાથી મોટાભાગના અમેરિકી પણ અસંતુષ્ટ છે. તે માને છે કે એચ-૧બી વિઝાધારકોને કારણે અમેરિકી “ના રોજગાર પર સંકટ આવ્યું છે. આ સ્થિતિમાં પણ સુધારો જરૂરી છે. અમેરિકી અને વિદેશી કર્મચારી બંનેની સુરક્ષા અંગે ધ્યાન આપવું પડશે. અમેરિકી અર્થવ્યવસ્થામાં એચ-૧બી વિઝાધારક કર્મચારીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. થિન્ક ટેન્કે કહ્યું હતું કે તે જે પણ ભલામણો કરવામાં આવી છે તે તમામ નિયોક્તાઓ પર લાગુ પડવી જોઈએ. જોકે એજન્સીએ એ ન જણાવ્યુંં કે કેટલાક એચ-૧બી વિઝાધારકોની હેરાનગતિ કરવામાં આવી હતી. હાર્વર્ડ યુનિવર્સિટીના રોન હીરા અને સાઉથ એશિયા સેન્ટર ઓફ ધ એટલાન્ટિક કાઉન્સિલના વડા ભરત ગોપાલસ્વામીએ આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગત શુક્રવારે ટિ્‌વટ કરી હતી કે તે એચ-૧બી વિઝધારકો માટે અમેરિકામાં રોકાવાનો રસ્તો સરળ બનાવશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ(યુએસસીઆઈએસ)ના ૨૦૧૮ના રિપોર્ટ મુજબ અમેરિકામાં લગભગ ૪ લાખ ૨૦ હજાર એચ-૧બી વિઝાધારકો છે. તેમાંથી ત્રણ લાખ ૧૦ હજાર જેટલા ભારતીયો છે.