(એજન્સી) વોશિગ્ટન, તા. ૧૪
એક અમેરિકી અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે એવી માહિતી આપી કે એચ-૧બી વિઝા પર હાલપૂરતો કોઈ પ્રતિબંધ મૂકવાનો કોઈ વિચાર નથી. તેમણે કહ્યું કે અમને આ મુદ્દે વાત કહેવાનો કોઈ અધિકાર નથી. ૨૭ સપ્ટેમ્બરના રોજ વોશિગ્ટનમાં ભારત અને અમેરિકાના અધિકારીઓનું સંમલન યોજાશે ત્યારે આ મુદ્દે વધારે ચર્ચા કરવામાં આવશે તેવું પણ અધિકારીએ જણાવ્યું હતું. આ સંમલનમાં પ્રવાસન, ટ્રાવેલ એન્ડ બિઝનેશ જેવા મુદ્દે ચર્ચા યોજાશે. તેમણે કહ્યું કે અમે ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતીય સત્તાવાળાઓ સાથે જે ચર્ચા કરી હતી તે પ્રમાણેનો પ્રોગ્રામ ચાલુ રહેશે તેમાં પ્રતિબંધ મૂકવાનું કોઈ વિચારણામાં નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એચ-૧બી વીઝા પ્રોગ્રામની સમિક્ષા કરવાનો ઓર્ડર કર્યો હતો. આ પહેલા અમેરિકીન રાજકીય સંગઠન પોલિટિકોએ એક ખબરમાં એવું જાહેર કર્યું હતું કે ટ્રંપે આ પ્રોગ્રામને બંધ કરી દેવાનો નિર્ણય લઈ લીધો છે અને ટ્રંપ પ્રશાસન આ પ્રોગ્રામને પાછો ખેંચવાની દિશામાં વિચારણા કરી રહ્યું છે. જે ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે ટ્રંપ સરકારના સીનિયર અધિકારીઓએ ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું કે આ નિર્ણયની વિધિસરની જાહેરાત થાય ત્યાં સુધી ટ્રંપનો નિર્ણય બદલાઈ શકે છે. એક સૂત્રે તો એવું પણ જણાવ્યું કે વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિના નિર્ણયને ઓછામાં ઓછા છ મહિના સુધી અટકાવી રાખવાનો નિર્ણય કર્યો છે. મજાની વાત એ છે કે અમેરિકાએ એવું કહ્યું છે કે અમેરિકી કોલેજોમાં નોંધણી કરાવનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ચાલુ વર્ષે ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલમાં અમેરિકામાં ૧ લાખ ૬૬ હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.