(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૧
સેન્ટર ઓફ ઈન્ડિયા ટ્રેડ યુનિયન્સ દ્વારા કામદારો-કર્મચારીઓની માંગણી માટે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તા.૮-૯ જાન્યુઆરીએ ર૦ કરોડ કામદાર-કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ કરશે તેવી ચીમકી આપશે.
આવેદનપત્રમાં જણાવવામાં આવશે કે, લાલવાવટા સેન્ટર ઓફ ટ્રેડ યુનિયન સીટુ સાથે જોડાયેલ યુનિયનના પ્રતિનિધિઓ આપને તા.૮/૯ જાન્યુઆરી કામદારો-કર્મચારીઓ ઘણા સમયથી પડતર માંગણી માટે ર૦ કરોડ ઉપર રાષ્ટ્રીય વ્યાપી હડતાળમાં જોડાઈને માંગણી માટે લડત કરશે.
અમો સેન્ટર ઓફ ઈન્ડિયા સીટુ સાથે જોડાયેલ કામદારો, રાષ્ટ્રીય કામદાર-કર્મચારી સેવાર્થી યુનિયનો, ફેડરેશનો દ્વારા આપેલ એલાન મુજબ લડતમાં જોડાઈને માંગણી કરીએ છીએ તે માંગણી સરકારમાં પહોંચાડવા વિનંતી છે. જે મુજબ તમામ કામદાર સેવાર્થીની સંગઠનો દ્વારા તમામને લઘુત્તમ વેતન રૂા.૧૮,૦૦૦/- તથા રૂા. ૬૦૦૦/- પેન્શન આપો, કોન્ટ્રાક્ટ ફિક્સ પગારમાં કામ કરતા તમામને સમાન કામ, સમાન વેતન આપો, આંગણવાડી, આશાવર્કરો, ફેસીલિએટર, મધ્યાહ્ન ભોજન સહિતના તમામ સ્કીમ વર્કરોને લઘુત્તમ વેતન રૂા. ૧૮,૦૦૦/- આપો તથા કાયમી કરો, બેંક, વીમા, રેલવે, ટેલીકોમ, આઈ.સી.ડી.એસ. અને એચ.એન.(હેલ્થ સેન્ટરો) ખાનગીકરણ પર રોક લગાવી, લેબર વિભાગ તથા મજૂર અદાલતોમાં ખાલી જગ્યા પર ભરતી કરો, સહિતની માંગણી છે ઉપરોક્ત માંગણીઓનો સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ કરવામાં નહીં આવે તો તા.૮/૯ જાન્યુ.બે દિવસની રાષ્ટ્રવ્યાપી કામદારો, કર્મચારીઓ હડતાળ પાડવાનું એલાન જૂનાગઢ જિલ્લાના કામદારો, કર્મચારીઓને જોડાવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો. બટુકભાઈ મકવાણા, જીસાનભાઈ દતાણીભાઈ, બશીરૂદ્દીન અન્સારી, જગમાલભાઈ, તુષારભાઈ રાવળ, અશ્વીન લખલાણી, રમેશભાઈ બાવળિયા, સમજૂભાઈ સરપંચની આગેવાનીમાં સોમવારે કલેક્ટર સાહેબ જૂનાગઢને આવેદનપત્ર આપશે.