Gujarat

બાર. એસો. પ્રમુખની ધરપકડ કરાતાં વકીલ મંંડળે અચોક્કસ મુદ્દતની હડતાલનું આપ્યુ એલાન

વડોદરા, તા.૧પ
કોર્ટ સંકુલમાં વકીલોની બેઠક વ્યવસ્થાના અભાવના મુદ્દે સવિનય કાનૂન ભંગ કર્યા બાદ સોમવારે ગેટ નંબર : ર પાસે બાર એસો. પ્રમુખ હસમુખ ભટ્ટની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરાયો હતો. જેના પગલે દોડી આવેલી ગોત્રી પોલીસે હસમુખ ભટ્ટની ધરપકડ કરતાં વકીલ મંડળે અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપ્યું હોવાનું જાણવા મળે છે.
વડોદરાના નવા કોર્ટ સંકુલમાં વકીલોને બેસવા માટે ટેબલ-ખુરશીની યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં બાર. એસો.ના પ્રમુખ હસમુખ ભટ્ટે કોર્ટ સંકુલની લોબીમાં ટેબલ-ખુરશી મૂકી સવિનય કાનૂન ભંગ કર્યો હતો. જેને ભગલે ડિસ્ટ્રીક્ટ જજે નોટિસ પાઠવ્યો હતો અને પોલીસે તેઓને ત્યાંથી ખસેડ્યા હતા.
આજે વકીલોની બેઠક વ્યવસ્થાના મુદ્દે બાર. એસો. પ્રમુખ હસમુખ ભટ્ટની આગેવાનીમાં ગેટ નં. ર ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. વકીલોના વિરોધને પગલે ગોત્રી પોલીસ દોડી આવી હતી. એક તબક્કે વકીલ મંડળના પ્રમુખ અને ગોત્રી પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. એ તબક્કે પ્રમુખ જમીન પર બેસી જઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. આખરે પોલીસે હસમુખ ભટ્ટની ધરપકડ કરી હતી. બીજી તરફ પ્રમુખની ગેરકાયદે ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે બાર. એસો.ના વકીલોએ અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાના આપ્યું છે. જેમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.