(એજન્સી) રાંચી,તા.૧૧
મૌલાના અઝહરુલ ઇસ્લામ અને તેમના ભાઈ મૌલાના ઇમરાન જે રાંચી (ઝારખંડ)ના રાતૂ બ્લોકના અગડૂ ગામ માંથી તરાવિહની નમાજ પઢાવીને રાતે ૧૦ વાગે બાઇક પર પોતાના ગામ ન્યાસરાય જઈ રહ્યા હતા, બંને જણાને ૨૦-૨૫ જણા જે સ્કોર્પિયોમાં હતા તેઓને દલાદલી ચોક પાસે રોકીને જાતિ અને ધર્મ સૂચક ગાળો આપી તેમની સાથે મારપીટ કરી હતી. બંનેને જય શ્રી રામ કેહવા માટે કહ્યું હતું જયારે બંનેએ ના પાડતા તેઓને હોકી અને ડંડા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈપણ રીતે એક ભાઈ બચીને ભાગ્યો પણ બીજો અઝહરુલ ઇસ્લામને અસામાજિક તત્વોએ માર મારીને તેઓને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. તેઓને ગંભીર અવસ્થામાં રીંચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બરાબર ન થતા તેઓને બીજા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાની જાણકારી એસએસપીને આપતા દોષીતોની ઝડપથી ધરપકડની માગ અમાયા સંગઠનના કેન્દ્રીય અધ્યક્ષ એસઅલીએ કરી છે,
એવું લાગે છે કે, લોકો શાંતિ અને અમનથી દૂર થતાં જઈ રહ્યા છે, જોકે રવિવારે જ રાંચી શહેરના મેઈન રોડ પર ઈદની લોકો ખરીદી કરી રહ્યા હતા. લોકોની ત્યાં ભીડ જામેલી હતી. ઈદના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને એ જ સમયે કેટલાંક અસામાજિક તત્વો એક જુલુસના સ્વરૂપે રોડ પર હંગામો કરી રહ્યા હતા. નારાઓ લગાવી રહ્યા હતા જે ખૂબ જ આમ છે અને મુસ્લિમોને જોઈને મોટાભાગે સુત્રોચ્ચારો કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, જુલુસ બીજા કોઈનો નહીં પણ ભાજપના યુવા મોર્ચાના લોકોનો હતો. અને હા હવે એમના પૂછતાં કે, તેઓને રેલીની પરવાનગી આવા ભીડવાળા વિસ્તારમાં કેવી રીતે મળી ગયી.
તરાવિહ પઢાવીને પાછા ફરી રહેલા હાફિઝને “ જય શ્રી રામ ” ન બોલવાથી હોકી અને ડંડા વડે માર માર્યો

Recent Comments