લાહોર, તા. ૧૨
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને આજે પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી કોર્ટે બે મામલામાં સાડા પાંચ પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. પાકિસ્તાન દ્વારા વિશ્વના દેશોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો જારી રાખ્યા છે. પાકિસ્તાન પર એફએટીએફની કાર્યવાહીની તલવાર તોળાઈ રહી છે ત્યારે પાકિસ્તાને હાફિઝ સઈદ સામે આ પગલા લીધા છે. જેથી તેની કાર્યવાહી સામે પણ શંકા ઉભી થઈ છે. પાકિસ્તાને વર્ષોથી આતંકવાદીઓ સામે કોઈ પણ પગલા લીધા નથી. પ્રતિબંધિત સંગઠન જમાતઉદદાવાના લીડરને ટેરર ફંડિંગના બે મામલામાં લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટે આજે સજા ફટકારી હતી. બંને મામલામાં સાઢા પાંચ- પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ બંને સજા એક સાથે ચાલશે. તેના ઉપર પંદર હજાર રૂપિયાનો દંડ પણ લાગુ કરવામાં આવ્યો છે. ૨૦૦૮માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયોે હતો જેમાં ૧૬૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા. હાફિઝ સઈદની સામે આતંકવાદી ફંડિંગ, મની લોન્ડરીંગ અને ગેરકાયદે કબ્જેના નવ કેસ નોંધાયેલા છે. હાફિઝ સઈદની સામે આ મામલે એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાને બ્લેક લિસ્ટમાં મુકી દેવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. એફએટીએફ દ્વારા પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં સામેલ કરવા માટે ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ ભારત માટે આ એક મોટી જીત તરીકે છે.
જો કે, પાકિસ્તાન દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન આતંકવાદના જનક તરીકે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ પાકિસ્તાન સામે વારંવાર મુદા ઉઠાવવામાં આવી રહ્યા છે. આતંકવાદને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા નાણાંને લઈને પાકિસ્તાનને પહેલાથી જ ગ્રે યાદીમાં મુકવામાં આવી ચુક્યુ છે. તેના ઉપર હવે બ્લેક લિસ્ટમાં મુકાઈ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. પાકિસ્તાન કાર્યવાહીથી બચવા માટે એક પછી એક દેખાવા પુરતા નિર્ણય હવે કરી શકે છે.