ધોરાજી, તા. ૧૭
જામકંડોરણાના તરવડા ગામેભાદર નદી માં પ્રદૂષિત પાણીના પગલેમાછલાઓ ના મોત થયા હતા.
તરેવડા ગામે ભાદર નદી માં જેતપુર પંથક માં ભારે વરસાદ પડતાં કલર કેમીકલ વાળૂ પ્રદૂષિત પાણી પાણી આવતાં નદી માં મોટી સંખ્યામાં માછલા ના મોત થતાં તરવડા ના ગ્રામજનો ભાદર નદી ખાતે દોડી આવ્યા હતા. ભાદરનદી મા કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવેલ કે વર્ષોથી જેતપુર ડાઈંગ નું પ્રોસેસ વાળું ઝેરી કેમિકલ યુક્ત પાણી બેરોકટોક ભાદર નદી મા ઠલવાઇ રહ્યું છે.. આ પાણી ને કારણે હજારો માછલાં ના મોત થયા છે ત્યારે સરકાર જીવ દયા ની માત્ર વાતો કરે છે.. કેમિકલ ભળવાથી નદીનું પાણી ન પીવા કે ન વાપરવા ના કામ મા આવે છે. કોર્ટ એ પણ આ પાણી પીવા લાયક નથી તેમ જણાવ્યુ હતું. ભાદર ૨ ડેમ માંથી ગ્રામ્ય વિસ્તારોમાં પીવા માટે પાણી અપાઈ છે તે પીવા લાયક નથી. જેતપુર ના ડાઈંગ ના કારખાનેદારો સામે સરકાર આંખ મિચમણા કરે છે અથવા સરકાર આવા લોકો સામે કોઈ કારણસર પગલાં ભરવામાં નિષ્ફળ રહી છે. સરકાર ભાદર નદી મા કેમિકલયુક્ત પાણી અટકાવવા પ્રયત્ન નહિ કરે તો જનતા ને સાથે રાખી લોક આંદોલન ચલાવવા ફરજ પડશે, તેમ વસોયાએ જણાવ્યું હતું. આ અગે તરેવડા ના ગામજનો એ આક્ષેપો કરતાં જણાવયૂ હતું કે ભાદરનદી માં જેતપુર ના ઉપર વાસ માંથી આવેલ વરસાદ માં ડાઇગો ના પ્રદુષિત પાણી નદી માં ભળી જતાં પ્રદૂષિત પાણી ના કારણે માછલાં ઓ ના મોત નિપજ્યા છે તરવડા ગામે ભાદર નદી માં મરેલી માછલી ઓની દુર્ગંધ થી લોકો ત્રાહિ મામ પોકારી ગયા છે આ અગે તંત્ર વાહકો નક્કર કાયવાહી હાથ ધરે તેવી લોક માંગ છે