(એજન્સી) રિયાધ, તા.ર૪
વિશ્વમાં આજે પણ દયાળુ અને ઈમાનદાર લોકો છે એવા લોકો જે બીજા માટે દુઃખ અને મુશ્કેલીઓ ઉઠાવે છે. લુત્ફી મોહમ્મદ અબ્દુલ કરીમ એનું જ એક ઉદાહરણ છે. તેઓ મિસ્રના નાગરિક છે. જે સઉદી અરબમાં હજ કરવા આવ્યા હતા જ્યાં જામરાત નજીક કંકર શોધી રહ્યા હતા ત્યાં અચાનક તેમની નજર એક બેગ પર પડી. બેગ કેશ અને ઘરેણાંથી ભરેલું હતું. જ્યારે તેમણે બેગ ખોલીને જોયું તો તેમાં એક આઈકાર્ડ મળ્યું. આઈકાર્ડ નાઈઝિરિયન મહિલાનું હતું. તેમણે એ બેગના માલિકને શોધ્યો પરંતુ એ ન મળ્યો. જેથી તેઓ અધિકારીઓની પાસે ગયા અને બેગ તેમને સોંપી દીધું. અબ્દુલ કરીમ રાજા સલમાન દ્વારા આયોજિત હજ-ઉમરાહના કાર્યક્રમથી આવ્યા હતા. કાર્યક્રમના અધિકારીઓને બેગ સોંપ્યો તેમને તેમના પુત્રને કારણે આ કાર્યક્રમ માટે ચૂંટવામાં આવ્યા હતા જે મિસ્રમાં એક પોલીસ અધિકારી હતા જેમની મોત થઈ હતી. અબ્દુલ કરીમ રાજાના મહેમાન હતા અને કાર્યક્રમ અધિકારીઓએ તેમને મહાન નૈતિકતાવાળા માનવી સ્વરૂપે માન્યા હતા. અબ્દુલ મોહમ્મદ શરકા અને અબ્દુલ કરીમ બન્નેને રાજા સલમાનના હજ અને ઉમરાહ કાર્યક્રમ દ્વારા હજ માટે સિલેક્ટ કર્યા હતા. બન્ને લોકોએ પોતાના પુત્રોને ગુમાવ્યા હતા.