(એજન્સી) તા.ર૦
ભારત સહિત દુનિયાભરના ર૦ લાખથી વધુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ સઉદી અરબમાં રવિવારે વાર્ષિક હજયાત્રા શરૂ કરી છે. ઈસ્લામના સૌથી પવિત્ર સ્થાનોમાં એક પવિત્ર કાબા શરીફમાં સવાર થતાં જ હજયાત્રીઓએ પવિત્ર કાબા શરીફની પરિક્રમા (તવાફ) શરૂ કર્યા હતા. મોટાભાગના શ્રદ્ધાળુ હજયાત્રીઓ સાદો સફેદ ઝભ્ભો પહેરીને પવિત્ર હજના મુખ્ય અરકાનો (વિધિ) અદા કરવા રવિવારે મક્કાથી નીકળી સોમવારે મીના ઘાટી તરફ આગળ વધશે. શ્રદ્ધાળુઓ રણમાં આગ-પ્રતિરોધક તંબુમાં રાત્રી વીતાવશે. જ્યાંનું તાપમાન ૪૦ ડિગ્રી સે. (૧૦૪ ફેરનહિટ) છે. સાધન સંપન્ન અને તંદુરસ્ત મુસ્લિમ માટે તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કમસે કમ એક વાર ઈસ્લામ ધર્મના પવિત્ર સ્થળોની યાત્રા કરવી જરૂરી છે. દુનિયાભરના મુસ્લિમો પવિત્ર કાબા શરીફ તરફ મસ્તક નમાવી પાંચ વખતની નમાઝ પઢે છે. મુસ્લિમ લોકો પવિત્ર હજ માટે પવિત્ર મક્કા શરીફની યાત્રા એટલા માટે કરે છે કે કારણ અહીં હઝરત મોહમ્મદ (સ.અ.વ.) પયગમ્બર સાહેબના પવિત્ર પગલાંની અંતિમ છાપ છે અને પવિત્ર હજયાત્રા ઈદ-ઉલ-અઝહાના પર્વથી પૂર્ણ થાય છે જેમાં હઝરત ઈબ્રાહીમે (અ.સ.) પોતાના પુત્ર હઝરત ઈસ્માઈલ (અ.સ.)ની બલિદાન આપવાની ભાવના જોતાં ચમત્કારીક રીતે પુત્રની જગ્યાએ ઘેંટાને બદલવાની ઘટનાની યાદમાં કુરબાની કરી ઉજવણી કરવામાં આવે છે.