અમદાવાદ, તા.૧૮
જે સ્ત્રી હજયાત્રીના મહેરમની હજ-ર૦૧૯ માટે પસંદગી થયેલ હોય અને હજયાત્રા માટે બાકી રહી જતા હોય તથા મહેરમ વિના ભવિષ્યમાં હજયાત્રા કરી શકે તેમ ન હોય તેવા હજયાત્રાએ જવા ઈચ્છા ધરાવતા સ્ત્રી હજઈચ્છુક અરજદારોને હજ કમિટી ઓફ ઈન્ડિયા મુંબઈની વેબસાઈટ www.hajcommittee.gov.in ઉપર સરક્યુલર હજ ર૦૧૯/૧પ તા.૧૮/૦૪/ર૦૧૯, ધ્યાનપૂર્વક વાંચી જવા વિનંતી છે. આ અંગે હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની કોપી સાથે સ્ત્રી અરજદારના પાસપોર્ટની કોપી તથા મહેરમ સાથે સંબંધ ધરાવતો પુરાવો ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગરની કચેરી ખાતે તા.૦૬/૦પ/ર૦૧૯ સુધી અથવા તે પહેલાં મોકલી આપવાની રહેશે. એક કવરમાં મહેરમની અરજી સાથે પાંચ કરતા વધારે અરજદારોનો સમાવેશ કરી શકાશે નહીં. એમ ગુજરાત રાજ્ય હજ સમીતિના સચિવ આર.આર.મનસુરીએ એક યાદીમાં જણાવ્યું છે.