અમદાવાદ,તા.ર૮
હજયાત્રીઓની સગવડતા અને સરળતા ખાતર હજ કમિટીએ આ વર્ષે પ્રથમવાર ઓનલાઈન બુકીંગની વ્યવસ્થા કરી છે. આથી હજ ફલાઈટના બે દિવસ અગાઉ કાલુપુર હજહાઉસ ખાતે આવી સમય બગાડવાની ઝંઝટમાંથી બચી શકાશે ઓનલાઈન બુકીંગ કર્યા બાદ સ્લીપમાં દર્શાવેલ સમયે આવી પાસપોર્ટ, વીઝા, બોર્ડિંગ પાસ સહિત જરૂરી કીટ મેળવી શકાશે.

બુકીંગ કર્યાં બાદ સ્લીપમાં દર્શાવેલ સમયે હજહાઉસ ખાતે આવી ડોકયુમેન્ટ મેળવવાના રહેશે

ગુજરાત રાજય હજ સમિતિના નાયબ એકશન અધિકારી અલીખાન આઈ પઠાણે જણાવ્યું છે કે હજ વર્ષ ર૦૧૮ના હજયાત્રિકોની ઉત્તમ સુવિધા પુરી પાડવાના ભાગ સ્વરૂપે આ વર્ષે સૌપ્રથમ વખત ઓનલાઈન બુકીંગની વ્યવસ્થા કરવામાં આવી છ.ે જેમાં હજ યાત્રિકો પોતાના ઘરેથી ફલાઈટ બુકીંગ ઓનલાઈન કરી શકશે. ઓન લાઈન બુકીંગ સરળતાથી કેવી રીતે કરી શકાય તે માટે નીચે વિગતો આપવામાં આવી છે.
૧. સૌપ્રથમ હજ કમિટીની વેબસાઈટ www.hajcommittee.gov.in ઉપર online Booking માટે વાદળી રંગની રનીંગ પટ્ટી સતત દેખાશે તેને કલીક કરવાનું રહેશે.
ર. કવર નંબરના ઓપ્શનમાં હજ યાત્રિકે પોતાનો કવર નંબર નાખવાનો રહેશે.
૩. યાત્રિકની ખુલેલ વિગતોમાં unbooked બતાવશે અને બુકીંગ કરવા માટે નીચે આપેલ Booking નું બટન કલીક કરવાથી Booking ની ફલાઈટ નંબર, ફલાઈટનો સમય અને તારીખની સ્પષ્ટ વિગતો જોઈ વિગતો બરાબર જણાયે ટીકના ઓપ્શનમાં ટીક કર્યા બાદ Confirm ઉપર કલીક કરવાનું રહેશે.
૪. ત્યાર બાદ Screen ઉપર Password (OTP) જનરેટ કરવા માટે ઓપ્શન ઉપર કલીક કરવું જેથી તરત જ કવર હેડના હજ એપ્લીકેશન ફોર્મમાં આપેલ મોઈબાલ નંબર ઉપર OTP નો SMS આવશે જે નંબરને સ્ક્રીન ઉપરના OTP ખાનામાં ટાઈપ કરી બુકીંગના ઓપ્શન ઉપર કલીક કરવાનું રહેશે તે પછી કવર નંબર મુજબ Bookingની પ્રીન્ટ દેખાશે. તેમાં ફલાઈટની તારીખ નંબર સમય અને ડોકયુમેન્ટ લેવા માટેનો સમય તારીખ અને સ્થળ આવશે તે મુજબ ફલાઈટના આગલા દિવસે હજ હાઉસ કાલુપુર ખાતે પહોંચીને રજૂ કરી પાસપોર્ટ સાથે અન્ય ડોકયુમેન્ટ મેળવી લેવાના રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હજ યાત્રિકોએ ઘેર બેઠા ઓનલાઈન બુકીંગ કર્યા બાદ ફકત એક વખત હજ યાત્રિકે તેના સંબંધી બુકીંગની સ્લીપ લઈ પાસપોર્ટ વીઝા અને કીટ અને બોર્ડિંગ પાસ વગેરે લેવા સ્લીપમાં દર્શાવેલ સમયે હજ હાઉસ કાલુપુર ખાતે આવવાનું રહેશે. હાજી અથવા તેના સંબંધી જયારે પાસ હજ હાઉસ ખાતે રિપોટીંગ/પાસપોર્ટ ટિકિટ લેવા કે અન્ય કામે આવે ત્યારે હાજીના ફોટાવાળું આઈ.ડી. કાર્ડ (આધારકાર્ડ અથવા ઈલેકશન કાર્ડ)ની નકલ લેઈને આવે.