(એજન્સી) મક્કા, તા.૩૦
સઉદી અરબમાં હજની સિઝન આવતા સ્થાનિક નાગરિકોમાં હજ યાત્રીઓની સેવા-ભાવના વધી જાય છે. સઉદીી સરકાર અને જનતા બંને હજયાત્રીઓની સેવા કરવી ગર્વ સમજે છે. સઉદીી નાગરિક અને હજયાત્રીઓની સેવાની એક મિસાલ રસ્તામાં ખરાબ થનાર વાહનની મરામત સ્વરૂપે બહાર આવી છે.
સઉદીી નાગરિક સ્વયંસેવક તરીકે હજ યાત્રી અને ઉમરાહ કરનારાઓની કાર મફતમાં રિપેર કરે છે તમે પણ હજ માટે સઉદી અરબ ગયા છો અને રસ્તામાં તમારી કાર અચાનક ખરાબ થઈ ગઈ છે તો પરેશાનીની વાત નથી. તમે ૦પપ૩૦૦૦૧૯ર નંબર ડાયલ કરો કારીગર બોલાવી શકો છો. તમારી પાસે કારીગર પહોંચી જશે જે તમારી કારની મફતમાં મરામત કરી આપશે.
સઉદી અરબના એક રિટાયર્ડ શિક્ષક ૬૦ વર્ષીય ખાલિદ અલગામદીએ જણાવ્યું કે તેઓ મક્કા અને જિદ્દાહ વચ્ચે પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યાં અચાનક તેમની કાર ખરાબ થઈ ગઈ. ઉપરોક્ત નંબર પર કોલ કરી મદદ માંગી, થોડીક જ વારમાં એક કુશળ કારીગર તેમની પાસે આવ્યા અને તેમણે કારની મરામત કરી પહેલાં જેવી કરી નાખી. આ સુવિધા માત્ર હજ યાત્રીઓ માટે જ નથી, પરંતુ ઉમરાહ માટે આવેલ યાત્રીઓ માટે પણ છે. ગત આઠ મહિના દરમ્યાન સ્વયંસેવકોએ ૮૪૦૦ ઉમરાહ યાત્રીઓને રસ્તામાં ખરાબ બગડી જતી કારની રિપેરિંગ કરી છે. તેમની સાથે ૬૦૦ કારીગર કામ કરે છે.