(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
સૂચના અધિકારથી મળેલ મહત્ત્વના દસ્તાવેજો મુજબ ૩૧ માર્ચ ર૦૧૭ સુધી હજ કમિટી ઓફ ઈન્ડિયાની કુલ ૮રપ.પ કરોડ જેટલી રકમ બેંકોમાં ફિક્સ ડિપોઝીટ મુજબ જમા છે. આ પૈસા શુદ્ધરૂપથી મુસલમાનોના છે. જે હજ કમિટી ઓફ ઈન્ડિયાએ ભારતીય મુસલમાનો પાસેથી હજ દરમ્યાન હાંસલ કર્યા હતા. અથવા કરાયા હતા.
આરટીઆઈથી મળેલ મહત્ત્વના દસ્તાવેજો બતાવે છે કે પરર.પ કરોડ રૂપિયા યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં, ર૮૩ કરોડ રૂપિયા કેનેરા બેંકમાં અને ર૦ કરોડ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં ફિક્સ ડિપોઝીટરૂપે જમા છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા એક સરકારી સંસ્થા છે. જે પહેલાં વિદેશ મંત્રાલયના અંતર્ગત હતી. હવે લઘુમતી કલ્યાણ મંત્રાલય હસ્તક છે. નાણાં મંત્રાલય અનુસાર હજ કમિટી ઓફ ઈન્ડિયા એક ગેરલાભવાળી સંસ્થા છે. કેન્દ્રીય હજ કમિટી અને રાજ્યોની હજ કમિટી એકબીજા સાથે સંકલન રાખી ચાલે છે. હજ કમિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ નામ ન બતાવવાની શરતે બતાવ્યું કે ભલે હજ કમિટી ઓફ ઈન્ડિયાને કોઈ ફંડ મળતું નથી. હજ કમિટી ઓફ ઈન્ડિયા સંપૂર્ણ રીતે હજ દરમ્યાન મુસ્લિમો દ્વારા પ્રાપ્ત રકમથી ચાલે છે. તેમજ હજ હાઉસનો હોલ ભાડેથી અપાય છે. શાદી માટે હોલનું ભાડું પ૦થી ૬૦ હજાર લેવાય છે. તો સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાંં આ રકમમાં કેસ કાઉન્ટ અપાય છે. આ ઉપરાંત ફોરેન એક્ષ્ચેન્જ પણ એક આવકનું સાધન છે. જેનાથી કરોડોની કમાણી હજ કમિટીને દર વર્ષે થાય છે. આરટીઆઈથી મળેલ દસ્તાવેજ મુજબ ર૦૧૪-ર૦૧પમાં ફિક્સ ડિપોઝીટથી ૪૬.રર કરોડ રૂપિયા બેંકમાંથી વ્યાજ રૂપે મળ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં વ્યાજની રકમ ૧ અબજ ર૦ લાખ રૂપિયા થઈ હતી. મુંબઈનું હજ હાઉસ આરટીઆઈના દસ્તાવેજ મુજબ હજ હાઉસને સરકારી મિલકત બતાવાઈ છે. જે ર૦૦રમાં હજ કાનૂન મુજબ ઈમારત સંબંધી કોઈ ઉલ્લેખ કરાયો ન હતો. હજ કમિટી ઓફ ઈન્ડિયા સરકારી ઈમારત છે. તેથી તમામ હજ હાઉસોની ઈમારતો સરકારી ગણાશે. મોટા ભાગના હજ હાઉસ હજ કમિટી ઓફ ઈન્ડિયાના ફંડમાંથી બન્યા છે. જેમાં કેટલાક રાજ્યોએ મદદ કરી છે. ગાઝિયાબાદ હજ હાઉસ બિલ્ડિંગમાં હજ કમિટીએ મદદ કરી હતી. મુંબઈ હજ હાઉસની ઈમારતનું નિર્માણ કામ ૭ માર્ચ ૧૯૮૩માં શરૂ કરાયું હતું. તેના નિર્માણમાં ભારત સરકાર દ્વારા કોઈ મદદ કે કર્ઝ લેવાયું નથી. હજ કમિટીએ તેનો ખર્ચ ઉઠાવ્યો હતો. ૧૦ર રૂમ અને ૧ એસી હોલ છે. હોલનું ભાડું ન્યુનત્તમ રપ હજાર રૂપિયા પ્રતિ પ્રોગ્રામ છે. લગ્નમાં તે પ૦ હજાર રૂપિયા હોય છે.
હજના મુદ્દે કામ કરનાર સામાજિક કાર્યકર્તા અત્તાર અજીમીએ કહ્યું છે કે જે આવક થાય છે તે બેંક બેલેન્સ હાજીઓની મિલકત છે. જેમણે હલાલ કમાઈના ચંદાથી ઈમારત ઊભી કરી છે. આવી સ્થિતિમાં આ મિલકતનો ફાયદો ન મળે તો મિલકત શું કામની ? હવે મુસલમાનો એક મંચ ઉપર ઊભા થઈ તમામ દાનેશ્વરોને જમા કરી કોઈ કમિટી કે ટ્રસ્ટ બનાવી સરકારને અપીલ કરે કે અમે તમને બહેતરીન સાથ આપ્યો છે. આ અમારી વસ્તુ છે. અમને સોંપી દેવી જોઈએ. આ મુજબ મુસલમાનો હજ હાઉસની શાનદાર ઈમારતોને પોતાના કબજામાં લઈ મુસ્લિમોના કલ્યાણનું વિચારી શકે છે. આમ તો દર વર્ષે હજથી એટલી આવક થાય છે કે મુસલમાનોને સરકારના ખજાના પર બોઝ નાખવાની જરૂરત પડતી નથી. હજ કમિટી કહે છે કે તે હાજીઓ માટે નફો નહીં નુકસાનની ભાવનાથી કામ કરે છે. તેથી તે કન્ઝયુમર્સ પ્રોટેકશન એકટ ૧૯૮૬ મુજબ આપતી નથી. કાનૂન મુજબ કોઈ હરજાના તલબ કરી શકતી નથી.આવી સ્થિતિમાં સવાલ પેદા થાય છે કે જ્યારે હજ કમિટી નફો કમાણી નથી તદો પછી દર વર્ષે હાજીઓ પાસેથી કરોડો રૂપિયા વસૂલ કરી બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાયા તે શું બતાવે છે ? (સૌ.ઃ ટુ સર્કલ)