(એજન્સી) નવી દિલ્હી,તા.૨૭
વિશ્વ સ્તરે ફાસ્ટ-ફૂટ રેસ્ટોરન્ટ ધરાવનાર મેકડોનાલ્ડે પોતાની રેસ્ટોરન્ટમાં હલાલ મીટ પીરસવામાં આવતું, હોવાનું જણાવતાં કટ્ટરતાવાદી હિન્દુઓએ ભારતમાં મેકડોનાલ્ડનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. મેકડોનાલ્ડ ભારતે ટ્‌વીટર પર હલાલ મીટ પ્રમાણપત્ર અંગે બાદ વિવાદ પેદા થયો હતો. એક ગ્રાહકના પ્રશ્નનો જવાબ આપતા ફાસ્ટ-ફૂડ કંપનીએ જણાવ્યું હતું કે, તેના દરેક રેસ્ટોરન્ટો પાસે હલાલ મીટનું પ્રમાણપત્ર છે તમે કોઈપણ રેસ્ટોરન્ટના મેનેજરને આ પ્રમાણપત્ર અંગે પૂછી શકો છો જેથી તમને સંતોષ થાય. જો કે આ જવાબના કારણે ટ્‌વીટર પર ઘણાં લોકો ઊશ્કેરાઈ ગયા હતા અને મેક ડોનાલ્ડનો બહિષ્કાર કરવાથી ધમકી આપી હતી. ઘણાં લોકોએ સવાલ કર્યો હતો કે, ભારતમાં ૧.૩ બિલિયન લોકો પૈકી ૮૦ ટકા લોકો વસ્તી, હિન્દુઓની છે પછી મેકડોનાલ્ડ શા માટે હલાલ મીટ પીરસે છે? મેક ડોનાલ્ડ ભારતના મેનુમાં બીફ અને ડુક્કરના માંસનો સ્થાન નથી જેની જગ્યાએ કાયદા પ્રમાણે તે વેજીટેબલ તેમજ ચીકન તથી ફીશની આઈટમ પીરસે છે. “હલાલ” એ એક અરબી શબ્દ છે. જે સૂચવે છે કે, વસ્તુ ઈસ્લામિક તૈયાર કરવામાં આવી છે. અને “હલાલ” પ્રમાણપત્ર એ વાત સ્પષ્ટ કરે છે કે, પશુની કત્લ ઈસ્લામિક પરંપરા મુજબ કરવામાં આવી છે કેટલાક સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતુ કે કટ્ટરવાદી હિન્દુ સંગઠનોને મુસ્લિમ પર પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઈ છે.