લંડન, તા.૭
ઈંગ્લેન્ડના ઓપનર એલેકસ હેલ્સે ઘરેલું ક્રિકેટમાં ૩૦ બોલમાં ૯પ રનની તોફાની ઈનિંગ રમી એક સમયે એવું લાગી રહ્યું હતું કે, તે સૌથી ઓછા બોલમાં ટ્‌વેન્ટી-ર૦માં સદીનો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાંખશે પણ આ રેકોર્ડની ઘણી નજીક પહોંચ્યા બાદ તે તોડી શક્યો નહીં નેટવેસ્ટ ટ્‌વેન્ટી-ર૦ બ્લાસ્ટમાં નોટિધમ શાયર માટે રમેલી આ ઈનિંગ દરમ્યાન હેલ્સે નવ ચોગ્ગા અને નવ સિક્સર ફટકારી પોતાના ૯પ રનમાંથી ૯૦ રન તો તેણે સિક્સર અને ચોગ્ગાથી જ બનાવ્યા છે. નોટિધમ શાયર માટે ડરહામ વિરૂદ્ધ હેલ્સે આ વિજયી ઈનિંગ રમી છે જેને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે. અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતા ક્રિસ ગેલે ૩૦ બોલમાં સદી ફટકારી હતી ટ્‌વેન્ટી-ર૦ ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી ઝડપી સદી છે.