હિંમતનગરમાં પાટીદાર મહિલા સંમેલન યોજાયું

હાર્દિક પટેલે ઉદેપુરથી સંમેલનને મોબાઈલ પર સંબોધન કરી વિવાદ સજર્યો

હિંમતનગર,તા.૨

સાબરકાંઠાના પાટીદાર મહીલાઓએ પાસ દ્રારા મહીલા સંમેલનની આયોજન હિંમતનગરમાં રવિવારે મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડી ખાતે  આયોજન કર્યું હતું જેમાં ઉદયપુર થી હાર્દીક પટેલે ફોન થી સંબોધન કર્યુ હતુ અને સમાજ અને મહીલાઓ માટે અડધી રાત્રીએ પણ રીવોલ્વર લઇને આવીશ તેવુ જણાવ્યુ હતુ હાર્દીકે મહીલાઓના માટે રક્ષણ માટે રીવોલ્વર લઇ ને આવવા ના નિવેદનને લઇને હાર્દીકે  ફરી એકવાર વિવાદ સર્જાયો છે. હીંમતનગર ખાતે પાસ દ્રારા મહીલા સંમેલનનુ આયોજન કરાયુ હતુ.સંમેલન માં હાર્દીક પટેલે ઉદયપુર થી ફોન દ્રારા સંમેલનને સંબોધન કર્યુ હતુ. હાર્દીકે સમાજ અને મહીલાઓ એટલે કે સમાજની બહેન દીકરીઓના રક્ષણ માટે અડધી રાત્રીએ પણ ફોન કરશો તો આવી જવાની તૈયારી દર્શાવી હતી અને જાણે કે સમાજીક લાગણીના આક્રોશમાં રહેલા હાર્દીક પટેલે રીવોલ્વર લઇને આવી જશે તેવુ કહેતા જ તેના આ શબ્દોને લઇને અનેક પ્રકારના સવાલો પણ ઉભા થયા હતા. હાર્દીકે સંબોધન કરતા લોકો એ તેના સમાજ માટેની વાતને લઇને અને અનામતની માંગ માટેની વાતોને સાંભળી હતી તો વળી મહીલા સંમેલનમાં રેશ્મા પટેલ અને ગીતા પટેલ પણ ઉપસ્થીત રહીને સંમેલનને સંબોધન કર્યુ હતુ અને મહીલા સમેલનમાં પાટીદાર અનામત આંદોલનને લઇને આક્રોશ ભર્યા ભાષણ સરકાર સામે કર્યા હતા તો વળી રેશ્મા પટેલે સર્જીકલ સ્ટ્રાઇક મુદ્દે પણ ભારતે આવા જ જવાબ આપવા જોઇએ તે વાતને સમર્થન આપ્યુ હતુ જો કે આ મુદ્દે પાકીસ્તાન સામે યુધ્ધ કરનાર ઇન્દીરા ગાંધીની માફક વર્તવા માટે પણ ભાષણમાં મહીલાઓને  અને સરકારને પણ આહવાન કર્યુ હતુ અને મહીલાઓએ પણ આ પર થી જ શીખીને અનામત માટે આ જ પ્રકારે આગળ આવવા માટે પણ જણાવ્યુ હતુ.પાસની કન્વીનર રેશ્મા પટેલે જણાવ્યું હતું કે પાકીસ્તાન સામે આવી જ રીતે જવાબ આપવો જોઇએ અને તે જો આવી જ રીતે ભારતને આંતકવાદ થી પરેશાન કરે તો સર્જીકલ સ્ટ્રાઇક જેવી રીતે જ તેને તેનો વળતો જવાબ આપવો જ જોઇએ.આ મહિલા સંમેલનમાં ૧૪ પાટીદારો અને ઉરી જવાનો શહીદ થયેલને કેન્ડલ શ્રદ્ધાજન્લી પણ આપી હતી.અગામી સમયમાં ગામે ગામ મહિલા બ્રિગેડની પણ રચના કરવામાં આવશે.