(એજન્સી) સિંગાપુર, તા.૧૩
સિંગાપોરના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે હલીમા યાકૂબની નિમણૂક કરવામાં આવી છે. હલીમા યાકૂબને મતદાન વિના જ રાષ્ટ્રપતિ પદે ચૂંટવામાં આવ્યા છે.જેના લીધે તે ટીકાઓનો ભોગ બન્યા છે.હલીમાને ચૂંટણીનો એટલા માટે સામનો કરવો પડ્યો ન હતો કારણકે પ્રશાસને તેમના હરીફને અયોગ્ય કરાર કર્યા હતા. મુસ્લિમ મલય બહુમતી સમુદાયમાંથી આવતા હલીમા સાંસદના પૂર્વ અધ્યક્ષ છે. જોકે સિંગાપુરમાં આ પ્રથમ વખત નથી બન્યું કે,કોઈ ઉમેદવારનો અયોગ્ય કરાર કરવામાં આવ્યો હોય. અને ચૂંટણી અનાવશ્યક થઈ ગઈ હોય. અહીં દાયકાઓથી એક જ પક્ષ સત્તા પર છે. દેશમાં પહેલાંથી જ ચૂંટણી પ્રક્રિયાઓના લીધે અશાંતિ છે. હાલીમાના હાથમાં સત્તા સોંપાતા લોકોમાં રોષ વધી ગયો છે. હલીમાએ આ અંગે નિવેદન આપ્યું હતું કે, હું તમારા લોકોની રાષ્ટ્રપતિ છું. જોકે ચૂંટણી યોજાઈ નથી. પરંતુ તમારી સેવા કરવાની મારી પ્રતિબદ્ધતા પહેલાં જેવી જ છે. હલીમા શાસક પક્ષ એક્શન પાર્ટીમાંથી છેલ્લા બે દાયકાથી સાંસદ પદે રહ્યા છે.