જેતપુર, તા. ૭
રાજકોટમાં જેતપુર તાલુકાના ૧૫ ગામના લોકો દ્વારા હલ્લાબોલ કરવમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હલ્લાબોલ પાણી પ્રદૂષિત થવાને લઇને કરવામાં આવ્યો છે.
ભાદર ડેમ – ૨ પછી છાપરવાડી ડેમ પ્રદૂષિત થતા લોકોને પાણી સામે ઝઝૂમવાનો પ્રશ્ન ઉભો થયો છે. જેથી જેતપુર તાલુકાના ૧૫ ગામના સ્થાનિકો દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસ ખાતે આવેદન પત્ર પણ આપવમાં આવ્યું. અહીં ગ્રામજનોએ ઢોલ અને નગારા વગાડીને આવેદન પત્ર આપ્યું છે.
જેતપુર ગામના લોકોનો આક્ષેપ છે કે, ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. કેમિકલયુક્ત પાણી ડેમમાં છોડાતા ડેમ પ્રદૂષિત થયો છે.
ઉલ્લેખનીય છે કે, છાપરવાડી ડેમમાંથી ૧૫ ગામના લોકોને પાણી પૂરૂ પાડવામાં આવે છે. આ પ્રદુષિત પાણીતી ગામના લોકોને ચામડીના રોગ થવાના પણ આરોપ છે.