(એજન્સી) મેસાઈ,તા.૯
થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા ચાર વધુ બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. કુલ ૧૨ બાળકોમાંથી હાલ સુધીમાં આઠ બાળકોને ગુફામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એપીએ નેવી સીલ કમાન્ડોના એક સહયોગી હવાલાથી જાણકારી આપી છે. આજે સવારે ફરી શરૂ થયેલ રાહત અને બચાવ કામ માટે વિદેશી મરજીવા અને થાઈલેન્ડ નેવી સીલના પાંચ મરજીવાઓ બાળકોને બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. દરેક બાળકને કાઢવા માટે બે મરજીવાઓ તૈનાત કરવામાં આવ્યા છે.
નોંધીનીય છે કે, રવિવારે ચાર બાળકોને ગુફામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બચાવ અભિયાનને ૧૦ થી ૧૨ કલાક સુધી રોકવામાં આવ્યું હતું.