(એજન્સી) તા.ર૩
ઈસ્લામિક રેસિસ્ટેટ મુવમેન્ટ હમાસે જેરૂસલેમના લોકોને પોતાની એકતા જાળવવા આહ્વાન કર્યું છે. કબજે કરાયેલ જેરૂસલેમમાં ઈઝરાયેલીઓ યહુદી વસાહતોની યોજનાઓ બનાવી રહ્યા છે. જેનો વિરોધ કરવા બધાને એક થવા હાકલ કરી છે. અલ-અક્સા મસ્જિદ પર મિશેલ રોહન દ્વારા કરાયેલ હુમલાની ૪૮મી વર્ષગાંઠ પર હમાસે કહ્યું કે ઈઝરાયેલના અવિરત હુમલાઓને કારણે મસ્જિદ હજુ પણ જોખમમાં છે. હમાસ દ્વારા ધાર્મિક સ્થળની સુરક્ષા અને પેલેસ્ટીનીઓના હિતોની રક્ષા માટે રાષ્ટ્રીય એકતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. હમાસ દ્વારા અરબ અને અન્ય મુસ્લિમ દેશોને અલ-અક્સા મસ્જિદ પરત્વેની તેમની જવાબદારી ઉઠાવવા તેમજ ઈઝરાયેલ સાથે કોઈપણ સામાન્યીકરણ પ્રોજેક્ટમાં જ જોડવવા આહ્વાન કરાયું છે. હમાસે ખાતરીપૂર્વક નિવેદન આપ્યું કે સતત ઈઝરાયેલી ગુનાઓ પેલેસ્ટીની લોકોને પોતાની ધરતી તેમજ પવિત્ર સ્થળની રક્ષા કરતાં નહીં રોકી શકે અને પેલેસ્ટીની પ્રતિકાર ચાલુ રહેશે અને મુક્તિ માટેની ચળવળ પહેલાં કરતાં વધુ નજીક છે.