લંડન,તા.૧૦
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે લંડનમાં રમાઇ રહેલ પાંચમી ટેસ્ટમાં પર્દાર્પણ કરી રહેલા હનુમા વિહારીએ અડધી સદી ફટકારી છે. હનુમા વિહારી ઇંગ્લેન્ડમાં ડેબ્યૂ ઇનિંગમાં ફિફ્ટી લગાવનારા ચોથો ભારતીય બની ગયો છે. વિહારીએ ૧૨૪ બોલમાં ૭ ચોગા અને ૧ સિક્સની મદદથી ૫૬ રન બનાવ્યા છે. આ સાથે જ વિહારી ડેબ્યૂ ટેસ્ટમાં છટ્ઠા નંબર પર સર્વાધિક રન બનાવનાર નંબર-૫ બેટ્‌સમેન બની ગયો છે.
તમને જણાવી દઇએ કે, હનુમા વિહારી (૫૬)ના કરિયર પહેલા અડધી સદી અને તેમની રવીન્દ્ર જાડેજા (અણનમ ૪૧) વચ્ચે સાતમી વિકેટ માટે ૭૭ રનની ભાગીદારીના દમ પર ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં ૭૩ રનની રમત સુધી સાત વિકેટના નુક્સાન પર ૨૪૦ રન બનાવી લીધા હતા. વિહારી અને જાડેજાની આ અર્ધસતકિય ઇનિંગમાં ભારત પરત મેચમાં ફરી આવ્યુ હતું.
ડેબ્યૂ ઇનિંગમાં અર્ધશતક ફટકારનાર ભારતીય (ઇંગ્લેન્ડમાં)
રૂસી મોદી, ૧૯૪૬
રાહુલ દ્રવિડ, ૧૯૯૬
સૌરવ ગાંગુલી, ૧૯૯૬
હનુમા વિહારી, ૨૦૧૮
નંબર ૬ પર બેટિંગ કરતા સર્વાધિક રન બનાવનાર ભારતીય
રોહિત શર્મા વિરૂધ્ધ વેસ્ટઇન્ડિઝ, ૨૦૧૩
૧૨૦ સુરેશ રૈના વિરૂધ્ધ શ્રીલંકા, ૨૦૧૦
૧૦૫ વીરેન્દ્ર સહેવાગ વિરૂધ્ધ સાઉથ આફ્રીકા, ૨૦૦૧
૧૦૩ પ્રવિણ ઓમરે વિરૂધ્ધ સાઉથ આફ્રીકા, ૧૯૯૨
૫૬ હનુમા વિહારી વિરૂધ્ધ ઇંગ્લેન્ડ, ૨૦૧૮