મુંબઈ, તા.૨૫
શ્રીલંકા વિરૂદ્ધ રમાનાર ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પછી હરભજન સિંહે બીસીસીઆઈની પસંદગી સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે. હરભજને મુંબઈના સૂર્યકુમાર યાદવની પસંદગીને લઈને પસંદગીકર્તાઓ પર પ્રશ્નાર્થ કર્યા છે.મુંબઈ માટે ક્રિકેટ રમનાર ખેલાડી સૂર્યકુમારે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ બે ટૂર મેચ અને ત્રણ વનડે મેચની સીરીઝ માટે ઇન્ડિયાની ટીમમાં જગ્યા મળી હતી, પણ રાષ્ટ્રીય ટીમમાં તેમનું નામ ન જોઈને હરભજન બરાબરનો ભડક્યો છે.
હરભજને ટ્‌વીટ કરીને કહ્યું છે કે, મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે સૂર્યકુમારે કઈ ભૂલ કરી નાખી ? ભારતીય ટીમ. ઈન્ડિયા-એ, ઈન્ડિયા-બીમાં પસંદ પામેલ બીજા ખેલાડીઓની જેમજ તેણે પણ રન કર્યા અને તેની સાથે જ આવું ખરાબ વર્તન કેમ કરવામાં આવ્યું ?
સૂર્યકુમારે ૭૩ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૪૯૨૦ રન બનાવ્યા છે. ૨૯ વર્ષ પછી આ ખેલાડીએ સરેરાશ ૪૩.૫૩ પર રમ્યો હતો જેમાં ૧૩ સદી, ૨૪ અર્ઘસદીનો સમાવેશ થાય છે. ટી-૨૦માં તેણે ૧૪૯ મેચમાં ૩૧.૩૭ની સરેરાશથી ૩,૦૧૨ રન બનાવ્યા હતા.