લંડન,તા.૧૦
ઈંગ્લિશ ઓફ સ્પિનર મોઈન અલિએ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંઘ પાસે પોતાનાં પ્રદર્શન અંગે સલાહ માંગી હતી. મોઈન અલિ આ ચાલી રહેલી આ સીરિઝમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ છેલ્લાં ટેસ્ટમાં તે ભારતીય બેટ્‌સમેનો પર જોઈએ તેવી અસર ઉભી કરી શક્યો ન હતો. તેથી તેણે ત્યાં હાજર રહેલાં હરભજન સિંઘ પાસે સલાહ લીધી હતી. એમ હરભજને એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ.
નવાઈની વાત એ છે કે મોઈન ની ટીમમાં જ બોલિંગ કોચ તરીકે સકલૈન મુશ્તાક ઉપલબ્ધ હોવાં છતાં તેણે હરભજનની સ્લાહ લીધી હતી. હરભજને તેને જણાવ્યુ હતુ કે ઓવલની પીચ જુદી રીતે વર્તી રહી છે. તેમાં સ્પિનર પીચની રફ સાઈડનો એટલો જલ્દી ઉપયોગ કરી શકતો નથી. આથી મોઈને રફ સાઈડનો ઉપયોગ કરવાંને બદલે થોડો રિલેક્સ રહેવું જોઈએ. અને બોલની ગતી પર ધ્યાન દેવું જોઈએ.
હરભજન સર્રે કાઉંટી તરફથી ઘણુ કાઉંટી ક્રિકેટ રમ્યો છે તેથી તે ઓવલ પીચ કંડિશનથી વાકેફ છે. મોઈન અલિ એ હરભજનની વાત માની અને તેને તેનું ફળ પણ મળ્યુ તેને રવિવારે બે વિકેટ્‌સ મળી. હરભજન માને છે કે આ પીચ પર ક્રેક હજુ વધુ પડશે. ત્યારે ચોથી ઈનિંગમાં બેટિંગ કરી રહેલી ભારતીય ટીમ માટે વધુ મુશ્કેલી સર્જાશે. તેમ મનાઈ રહ્યુ છે.